________________
૧૮૬
શ્રીશાંતસુધારસ એને અંગે બે વાત મુદ્દાની કરવાની છે. એક તો એ કે એ તારા શત્રુ મેહે તને બરાબર ગળેથી પકડ્યો છે, એણે તારી બેચી પકડી છે અને તેને બરાબર પિતાના સપાટામાં લીધે છે. તે મલ્લકુસ્તી જોઈ હોય તે તને માલૂમ હશે કે એક મલ્લ જ્યારે સામા મલ્લનું ગળું પકડે છે ત્યારે તેને છૂટવું ભારે મુશ્કેલ પડે છે, તેનાથી છૂટવામાં ભારે બળની ( પુરૂષાર્થની) અપેક્ષા રહે છે. અને બીજી વાત એ છે કે અત્યારે તું એક આપત્તિમાંથી બીજીમાં અને બીજીમાંથી ત્રીજીમાં પડે છે અને એમ ચારે તરફ વિપત્તિથી ઘેરાઈ જાય છે. એ સર્વનો કરનાર એ મોહ છે. તને વારંવાર એ આપત્તિમાં ઘસડી જાય છે અને અત્યારે તને જે આપત્તિઓ દેખાય છે એ સર્વ એ મેહરાજાની બનાવેલી છે અને તે તરફ લઈ જનાર પણ એ જ મહારાજા છે.
આખા સંસારની રચના સામાન્ય રીતે જોવામાં આવે તો મહા અંધકાર ચારે તરફ વ્યાપેલે દેખાશે અને જાણે આપણે માટે એક પછી એક જાળ-ફસામણએ (Trans) બેઠવાયેલી. હોય એમ લાગે છે. એક ગુંચવણમાંથી ઉપર આવીએ ત્યાં બીજી ઉભી થાય છે અને એમ ને એમ ચાલ્યા જ કરે છે. અંતે જીવનનો અંત આવે છે, પણ ગુંચવણોનો અંત આવતો નથી. સંસારના ચક્રાવામાં પડેલ કઈ પણ પ્રાણું સર્વ ગુંચવણેને નિકાલ કરીને જતો જ નથી.
સંસારમાં પડ્યા પડ્યા તે મેહરાજાનું શત્રુપણું અને ડગલે પગલે વિપત્તિ તરફ ઘસડાવાનું વૈચિત્ર્ય સમજાય તેમ નથી અથવા સમજવું મુશ્કેલ છે, કારણ કે એ તે અંદર રહીને ગૂઢપણે કામ કરે છે અને પ્રાણીને મોટા વમળમાં નાખી તેની બુદ્ધિને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org