________________
સંસાર ભાવના-
::
ગેયાષ્ટક પરિચય
૧. સંસારનું આખું નાટક બરાબર જોઈ લે. પછી તને ખાત્રી થશે કે આ સંસાર અતિ દારૂણ ( ભયંકર) છે. તું જન્મમરણાદિ ભયથી ડરી ગયે એમ જરા લાગે છે, પણ સંસાર આ ભયંકર છે એમ તું સમજ્યો નથી. વાત એમ છે કે આ પ્રાણએ સંસારને એના ખરા આકારમાં ઓળખે જ નથી અને એ હજુ અચોક્કસ સ્થિતિમાં ફર્યા જ કરે છે. એનું કારણ શું છે તે તપાસીએ. મહરાજ એને ખરે શત્રુ છે. એ એને ઉંધા પાટા બંધાવી આખી ખોટી ગણતરી એની પાસે કરાવે છે. પ્રાણી સમજે છે કે મારી અગવડ વખતે મારા સંબંધીઓ હશે તે કામમાં આવશે અને તેટલા ખાતર એ અનેક અગવડ ખમે છે, એની ખાતર એ પિતાના માન્ય સિદ્ધાતેને અને કરેલ નિર્ણને પણ ભેગ આપે છે અને ગાંડા જે બની જ્યાં સુખ નથી ત્યાંથી સુખ શોધે છે.
મૂળ હકીકત એ છે કે આ મારા-તારાનો વ્યવહાર એ મોહરાજાએ જ કરાવ્યું છે. એ મહરાજાને તું તારે હિતસ્વી સમજે છે અને તે તેને સાચો રસ્તો બતાવનાર છે એમ તું જાણે છે; પણ ખરી રીતે તે મેહરાય જ તારો ખરે શત્રુ છે અને તેને ફસાવવા તે તદ્દન ખેટા પાટા બંધાવે છે. કદાચ તું એ મેહરાજાને ઓળખતો નહીં હોય તેથી તને ટૂંકામાં એટલું જ કહેવાનું કે “હું અને મારૂં” ને મંત્ર ભણાવનાર એ મહરાજ છે અને વધારેમાં વાત એ છે કે એ તારે શત્રુ છે. આ વાતની જે તને ખબર ન હોય તે સમજી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org