________________
૧૮૪
શ્રી શાંતસુધારસ.
પ્રસંગ આ આખા સંસારને એના અનેક આકારમાં જે જવામાં ખાસ પ્રાપ્ત થાય છે અને તે વિચારણું આંખ ઉઘાડી આગળ-પાછળ, ઉંચે અને નીચે જવાથી બરાબર થઈ શકે તેમ છે.
હજુ આ સંસાર કેવો છે ? કે વિચિત્ર છે? ત્યાં આ પ્રાણીએ કેવા કેવા નાચ કર્યા છે? કેવા કેવા વેશે લીધા છે? અને એ કે ઘસડાતો જાય છે? એ આગળ જોવાનું છે. એ જોઈને વિચારમાં જરૂર પડવા જેવું છે, પણ મુંઝાઈને દબાઈ જવા જેવું કે આપઘાત કરવા જેવું નથી. એવા દારૂણ ભવા
વમાંથી અને આ મહા રખડપટ્ટીમાંથી હમેશને માટે છૂટી જવાના માર્ગો છે. તે અવશ્ય પ્રાપ્ત થઈ શકે તેમ પણ છે, પરંતુ પ્રથમ તે આ આખે સંસાર કેવો છે અને કેવી ઈમારત પર રચાયો છે તેને ખૂબ વિચાર કરે. આખી વિચારણા ખુબ મજા આપે તેવી, જેવા–સાંભળવા જેવી, વિચારતાં પિતાને ખૂબ શરમાવે તેવી અને આંખ ઉઘાડી નાખે તેવી છે. આપણે હવે ગ્રંથકર્તાનું ગેયાષ્ટક વિચારીએ. એને રાગ જ શાંત કરી દે તેવો છે. એમાં એમણે મહાન એગી આનંદઘનજીના અતિ વિશાળ શાંતિનાથના સ્તવનનો લય અનુકરણ કર્યો છે. ગાતાં અંદર ઉતરી જવાય તે તેનો લય છે અને ભૂમિકા સુંદર છે. એ ગાનને ભાવ વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org