________________
સંસાર ભાવના.
૧૮૩
છે, આબદાર અને આબરૂ વગરના થયેા છે, સારા ને ખરામ આંધાવાળા થયા છે, સદ્ભાગી ને દુર્ભાગી થયા છે, રાજા અને ભિખારી થયા છે, દાતા અને યાચક થયા છે-એણે અનેક પ્રકારનાં રૂપે। અનંતવાર લીધાં છે. એ ચારે તરફ રખડ્યો છે, અનંતવાર રખડ્યો છે, સાતમે પાતાળ જઇ આવ્યા છે અને ઉપર-નીચે, આઠે-અવળે સર્વ સ્થળે આંટા મારી આવ્યે છે. ત્યાં નવાં નવાં રૂપેા લીધાં છે અને એ રીતે આ અનાદિ સંસારમાં એણે અનંત પ્રકારના વેશ ધારણ કર્યો છે.
પુદ્ગલપરાવર્ત્ત એ પારિભાષિક શબ્દ છે. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સૂક્ષ્મ અને માદર એમ આઠ પ્રકારનું થાય છે. એની વિગત ઉપમિતિ ભ. પ્ર. ભાષાંતરના પ્રથમ પ્રસ્તાવની પછી પરિશિષ્ટ નં. ખ. માં આપી છે. ( જુએ પૃ. ૨૪૭ ) મતલખ એ છે કે અનંતા પુદ્ગલપરાવના એણે કર્યા, અનેક વેશેા ધારણ કર્યા, અનેક ગતિમાં રખડ્યો અને અનેક અભિધાનેા એણે સ્વીકાર્યા. આ મહાન્ ચક્રભ્રમણની સ્થિતિને ખરાખર ખ્યાલ કરી આખા સંસારને સમુચ્ચય નજરે વિચારવા અને તેમાં પેાતાના ભ્રમણની કલ્પના કરવી એ સંસારભાવના ભાવવાના એક પ્રકાર છે.
સંસારનું અનાદિત્વ સમજાય, પેાતાને રખડપાટા સમજાય, પાતે ધારણ કરેલાં રૂપાને ખ્યાલ આવે અને એવાં રૂપા અનંતવાર કર્યા છે એ સમજાય ત્યારે પ્રાણી પેાતાનુ આ અનાદિ સંસારસમુદ્રમાં કેવું સ્થાન છે અને પાતે કાં ઘસડાય છે તે ખરાખર સમજે. આવા ચક્રભ્રમણના છેડા લાવવા એવી જો એને જિજ્ઞાસા પણ થાય તા તેને પ્રમળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org