________________
સંસાર-ભાવના.
૧૮૧
મનોરથ યાદ કરીએ તે મોટું નાટક દેખાય તેમ છે, પણ તે જેવાની અને તેનું રહસ્ય ઉકેલવાની મરજી હોય તેને માટે એ છે.
(૪ ૪) પાંજરામાં પિપટ પડ છે. એનું પાંજરું સેનાનું હેય કે હીરાથી મઢેલું હોય પણ વિશાળ આકાશમાં છૂટથી ફરવાના સ્વભાવવાળા પોપટને તે દુઃખનો પાર નથી. એને તે એક ઝાડેથી બીજે ઝાડે ઉડવાનું અને એના મૂળ વિલાએમાં રમણ કરવાનું હોય કે પાંજરે પૂરાઈ રહેવાનું હોય ?
ભવિતવ્યતા તેને એક ભવ ચાલે તેવી એક ગોળી આપે છે અને એ ગોળી લઈ એ પાંજરામાં પડે છે. એ પાંજરાની પાસે જમરાજરૂપ બિલાડી બેસી રહે છે. એ એની પાસે–પડખે તૈયાર છે અને પાંજરે પડેલ પંખી જાણતો નથી કે એ કયારે ત્રાપ મારશે ? એને એ બિલાડીની ઝડપની બીક સદાકાળ રહે છે. નિયતિ–ભવિતવ્યતા આ પ્રાણુને કેવી રીતે એક ભવસંવેદ્ય ગોળી આપે છે અને પિતાના પતિ પાસે કેવા ના કરાવે છે એનો ચિતાર શ્રી સિદ્ધર્ષિગણીએ બહુ સારી રીતે ઉપમિતિ ભવપ્રપંચ ગ્રંથમાં આપે છે. (જુઓ વિભાગ ૧ લો પૃ. ૨૫૬) - પાંજરે પડેલો આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી જાય છે કે એ પોતે પાંજરે પડ્યો છે એ વાત પણ જાણતું નથી, અને જાણે એ પાંજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હોય અને પાંજરું ઘરનું ઘર હાય એમ તે માની લે છે તેમજ કઈ કઈ વાર તે પડખામાં જમરાજ જાગતા બેઠા છે એ વાત પણ વિસરી જાય છે. જ્યારે મન ભ્રમિત થઈ જાય ત્યારે પછી બીજું શું થાય ? ઉંધી આંખે જોવામાં આવે ત્યારે સાચી વાત દેખાય જ ક્યાંથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org