________________
૧૮૦
શ્રી શાંતસુધારસ વખત ટકતું નથી. ત્યારે આ નાટક કયા પ્રકારનું ? અને આમાં સુખના ઘરડકા શા ? આ સર્વ પ્રપંચ શેને ? કઈ જાતના સુખની પછવાડે આપણે દોડ્યા જઈએ છીએ? અને તે કેટલે વખત ચાલશે ? આ સુખનું–માનેલાં સુખનું–આખું નાટક પણ જોવા જેવું છે, વિચારવા જેવું છે, બરાબર ખ્યાલમાં રાખવા જેવું છે. આખા સંસાર-નાટકમાં વાસ્તવિક સુખ જેવું કાંઈ લાગે તેમ નથી. કદાચ લાગી જાય તો તે આભાસ માત્ર સુખ છે અને તેની પછવાડે મહાન બે રાક્ષસી ઉભી છે: જરા અને પછી મૃત્યુ. આ આખા નાટકને ઓળખવું, એને સમજવું અને સમજીને તેને તે તરીકે વારંવાર વિચારવું એ જ એ નાટકની પરીક્ષાના પાઠે છે અને તે ભણાઈ જાય, તે પછી આગળનો રસ્તો જરૂર સૂઝી જાય તેમ છે.
કેળીઓ કરી જાય છે” એમ જરા-ઘડપણ માટે બરાબર કહેવામાં આવ્યું છે. એ શરીરની જે સ્થિતિ કરી મૂકે છે તેને માટે એ તદ્દન એગ્ય શબ્દ છે. એક એક કળીએ એ શરીરને હાઈઆ કરતી જાય છે. ધીમે ધીમે આવતી નબળાઈ ઓળખી આખું નાટક વિચારવું. નાટક સમજે એટલે રસ્તો જડશે.
આમાં કોઈ વાર આપત્તિનો છેડો આવે ત્યાં ભયંકર જરા સામે ડેાળા કાઢીને ઉભી રહે છે. મહામહેનતે પરદેશ ખેડી, પૈસા મેળવી માણસ ઘરબાર વસાવે છે કે પરણે છે ત્યાં
આદર્યા અધવચ રહે ”—એમ થાય છે. આ તે આખું નાટક છે, માત્ર આગળ કે પાઠ ભજવવાને છે એનું અજ્ઞાન છે એટલે આશામાં રમતો ચાલ્યા કરે છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. પોતાની આખી પાછળની જીંદગી અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org