________________
-
-
સંસારભાવના.
૧૭૯ કે આવી આવી તે પાર વગરની વાત છે. એમાં કદાચ સોએ એકાદ ટકાને સરખાઈ મળી જાય, પૈસા, સ્ત્રી, પુત્ર, હવેલી, વ્યાપાર સર્વે અનુકૂળ થઈ જાય અને જે કે એમાંની કઈ વસ્તુમાં નામ માત્ર પણ સાચું કે સ્થાયી સુખ નથી અને ઉપાધિને પાર નથી, પણ સહજ સુખ વ્યવહાર દષ્ટિએ–પ્રચલિત હેકમાન્યતા પ્રમાણે એવી સરખાઈવાળાને સુખી ગણીએ. એવા માનેલાં સુખમાં એના બે–ચાર વર્ષ જાય ત્યાં તે કાન દુ:ખવા લાગે છે, આંખે ચશ્મા આવે છે અને દાંતની પીડાની તે વાત જ કરવી નહિ. ચાળીસ વર્ષની આસપાસ નજળે ઉતરે છે એટલે દાંતની જે પીડા થાય છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અને પછી તે જે સ્થિતિ થાય છે તે આપણે અશરણ ભાવનાના એ લેકે (ગેયાષ્ટક લેક પ–૬) માં જોઈ ગયા છીએ. એ સુખાભાસને-ઉપર ઉપરના સુખના ખ્યાલને–ભૂલાવી દે છે અને પ્રાણીના શરીરને સીધું સપાટ કરી મૂકે છે. સુકલકડી જેવા શરીરે એને જવાબદાર જીદગી મહાઉપાધિમાં પૂરી કરવી પડે છે. માથે ફરજે મોટી અને ખાવામાં કાંઈ દમ નહિ. હેમાંથી લાળ પડે, શરીર પર અંકુશ જાય અને ઘરના સર્વ અવગણના કરે. આ જરાવસ્થા એ મેતની હેનપણું છે–સખી છે, મિત્ર છે. ઘણીવાર ઘરડા માણસને જીંદગી એટલી ઓજારૂપ લાગે છે કે એ મરણને વધારે પસંદ કરે છે. તે વખતે પરાધીનતા એટલી વધી જાય છે કે એક વખતના હકમ કરનારા અને જોરથી ચાલનારાને એ ભારે આકરી થઈ પડે છે. તે આ પ્રમાણે માતાના પેટમાં આવવાથી માંડીને ઘડપણે છેડે (મરણ) આવે ત્યાંસુધી સુખ જેવું કાંઈ થતું નથી, ભેગવવાનું નથી અને ભોગવવા જેવું કઈવાર લાગી જાય છે તે તે લાંબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org