________________
૧૭૬
શ્રી શાંતસુધારસ આવે અને એને રોષ વગર ધરણે આડા આવનાર સામે થાય. આવી રીતે ત્રણે યેના વિસંવાદ, મને રથની અચોક્કસતા, વિકારની પરાધીનતા, રતિની કામેચ્છા અને રેષની નિરંકુશતા એની પાસે ન કરવાનાં કામ કરાવી એને કર્મ રજથી ભારે બનાવી દે છે.
આવી રીતે અને આવાં કારણેએ પ્રાણું પોતાને હાથે વિપત્તિને ખાડે છેદે છે અને તેને વધારે વધારે ઊંડે બનાવતો જ જાય છે. એ પોતાના સર્વ વ્યવહારની રચના જ એવી વિચિત્ર રીતે કરે છે કે જાણે એને વિપત્તિના ખાડામાં પડવાનું ચેટક લાગ્યું છે એમ જ એને માટે ધારી શકાય.
ડગલે ને પગલે આપત્તિમાં પડવા તૈયાર થયેલા આ પ્રાણીને ચિત્તને ઉદ્વેગ કઈ રીતે મટે? એની પીડાને છે. આ જન્મમાં આવે તેવું એક પણ કારણ નથી. એની વિચારણા, એની ઉચ્ચારણ અને એની કાર્યશૈલી એવી જ રીતે ગોઠવાઈ છે કે એમાં એ વધારે ને વધારે આપત્તિઓને નેતરીને બોલાવે છે અને એ ઉંડા ખાડામાં વધારે વધારે પડવાની તૈયારી જ કરતો હોય એમ એને પ્રત્યેક પેગ સાક્ષી પૂરીને બતાવી આપે છે. એની ચિંતા કદી ઘટતી નથી, એની આધિ કે ઉપાધિ ઓછી થતી નથી અને એના સંતાપેને છેડે દેખાતું નથી.
પ્રાણીનાં શરીરને વિચાર કરીએ. એના સ્ત્રી, પુત્ર, પુત્રીને વિચાર કરીએ, એના વ્યાપાર-ધંધાનો વિચાર કરીએ, એના સગાંસંબંધીને વિચાર કરીએ, એના મિત્રોને વિચાર કરીએ, એની આજીવિકા સંબંધી ચિંતાનો વિચાર કરીએ, એના તીજોરી ભરવાના મનોરથને વિચાર કરીએ, એના સુખના ખ્યાલે વિચારીએ, એનાં માનેલાં સુખનાં સાધને વિચારીએ, એની આગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org