________________
સંસાર-ભાવના. '
૧૭૫
જણાઈ આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવું? અને કયાં કરીને બેસવું? મેટે દાવાનળ સળગે છે અને જ્યાં જઈએ ત્યાં સર્વ પિતપતાની ગાયા કરે છે અને નાની વાતને મોટી માનવામાં મગરૂબી લે છે. આમાં નિરાકુળતા કઈ રીતે આવે અને કયાંથી આવે ? આ વિચારણા આખા સંસારને મહાન પ્રશ્ન ઉભું કરે છે. એ સંસારનાં થોડાં ચિત્રો તપાસીએ.
( ૨) સંસારની રચના એવા પ્રકારની છે કે એક ચિંતા પૂરી થાય ત્યાં તેથી પણ વધારે આકરી ચિંતા બાજુએ ખડી થઈ જાય છે. ઘરમાં બેરી માંદી પડી હોય, અણુઉતાર તાવ આવતું હોય, આખું ઘર સારવારમાં પડી ગયું હોય અને ડૉકટરે વીઝીટ આપતા હોય, એને જરા સારૂં થવા લાગે ત્યાં વ્યાપારમાં મોટી ઉથલપાથલ થાય છે. એની અગવડ જેમ તેમ કરી પૂરી કરે ત્યાં તાર આવે છે કે દેશમાં ભાઈને સખ્ત છાતીને દુ:ખા થયો છે, કેસ ગંભીર છે. હાય નાખતો ત્યાં જાય
ત્યાં અહીં વેપારની કરેલી ગોઠવણે ભાંગી પડે છે. વિગેરે વિગેરે દરરેજના અનુભવની વાત છે.
વાત એ છે કે સંસારમાં વસનારા અને આ ભવને સર્વસ્વ માનનારા પ્રાણુનાં મન, વચન, કાયા-વિચાર, વચન અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, તેના વિકારે, તેના આનંદ અને તેના રે એવાં તો વિચિત્ર હોય છે કે એ પ્રાણુમાં ભારે તુમુળ યુદ્ધ ઊભું કરે છે. એનાં મન, વચન, કાયાના એને પરસ્પર મીલન જ મળે નહિ; મન મેટા મોટા મારથ કરે તે શરીર મોજમજા માગે; એની અભિલાષાઓ એને સંસાર તરફ ખેંચે ત્યારે એના વિકારે એને કઈ પ્રકારની સરખાઇમાં રહેવા ન દે, એને આનંદ વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org