________________
૧૭૪
શ્રી-શાંતસુધારસ
વહાણ ઘરભેગાં કરવા શ્રીપાળનું ખૂન કરવા લલચાવ્યે, એણે મમ્મણશેઠ પાસે કાળી રાત્રે નદીમાંથી લાકડાં ખેંચાવ્યાં, એણે ધન્નાના બીજા ભાઈઓને અનેક વાર લમીની વહેંચણી કરવા પ્રેરણું કરી, એણે રાવણને સીતાને ઉપાડી લઈ જવાની બુદ્ધિ આપી, એણે માધવને મુસલમાનોને મદદ કરવા પ્રેર્યો, એણે અનેક રજપૂત રાજાઓ પાસે પોતાની દીકરી મુસલમાન શહેનશાહોને અપાવી, એણે સિદ્ધરાજ જયસિંહને પોતાના સગા ભત્રીજાને રાજ્ય ન આપવાની બુદ્ધિથી દેશાંતરમાં રખડાવવા અને પરાશ્રયમાં જોડવા દુર્બુદ્ધિ આપી, એણે અનેક રાજાઓને પ્રેરણા કરી આર્યભૂમિને પારકે હાથ જતી કરાવી, એણે અનેક પ્રધાને–અમાત્યો-દિવાને અને કારભારીઓ પાસે મહા રાજખટપટ કરાવી, એણે ભાઈ–ભાઈમાં ઠેષ કરાવ્યું, એણે પિતા-પુત્રને સંબંધ છોડાવ્યે, એણે કાંઈ કરવામાં બાકી રાખી નથી. આ સર્વ લેભના ચાળા છે તે ઈતિહાસ પ્રસિદ્ધ છે અને આપણે પ્રત્યેક આપણા દરરેજના અનુભવમાં જોઈએ છીએ. - તૃષ્ણાએ તે હદ કરી છે. એ તે વિવેક-વિનય–સભ્યતા અને ભાનને ભૂલાવી ગૃહસ્થાઈ પણ છોડાવી દે છે અને લાખની ઉથલપાથલ કરનારને રાત્રે રખડતા જોયા હોય તે ચીતરી ચઢે તેવાં કરતુકે તેની પાસે કરાવે છે. આ તે એક મનોવિકારની વાત થઈ. આવા અનેક મનેવિકારે છે અને તે આ સંસારમાં ભરેલા છે. હવે એવા સંસારમાં તે હાશ કરીને બેસવાનો વારો કયાંથી આવે? કઈ રીતે આવે? કે આ સંસારવનમાં લોભ-તૃષ્ણા ઉપરાંત બીજા અનેક ભયે ભરેલા છે. જ્યાં વિચારીએ ત્યાં અભિમાન, દેખાવ, માયા, દંભ, મત્સર, ક્રોધ, શોક વિગેરે અનેક અંતર વિકારે આપોઆપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org