________________
સંસાર ભાવના.
૧૭૧
ગડમથલ થઈ જાય છે અને આખું વાતાવરણ મોટા દરિયામાં તોફાન થાય તે વખતે જે સ્થિતિ થાય તેવું શુભિત થઈ જાય છે.
લેભ જ્યારે પ્રાણુ ઉપર સામ્રાજય મેળવે છે ત્યારે તે તેનું આખું વાતાવરણ આવું શુલિત કરી મૂકે છે. અહીંથી લઉં, આ રસ્તે કમાઉં, આ માગે એકઠું કરું-એવા વિચારે એને આવ્યા જ કરે છે અને એ ચારે તરફ હાથ નાખ્યા કરે છે, મનસુબા ઘડડ્યા કરે છે અને જનાઓ રચ્યા કરે છે. એમાં સર્વથી મેટી દુઃખની વાત તો એ છે કે એને આજે જેટલાં મેળવવાની ઈચ્છા હોય તેટલાં કઈ પ્રયાસે મળી જાય તે જાણે તેના ઉપર તે પિતાને હકકે હતે એમ માની ત્યાંથી આગળ વધવા એ ઈચ્છે છે. આપણું પોતાની જીંદગીની શરૂઆત તપાસ. ત્યાં જેટલેથી સંતોષ ધાર્યો હતો એટલા મચે આપણે બેસી ગયા? કદી નહિ. આજનું સાધ્ય તે આવતી કાલનું આરંભબિંદુ થાય છે. ગરીબ માણસ દશ હજાર મળે તો કૃતકૃત્યતા માને તેમ હોય, તેને દશની આસપાસ થવા આવે છે
ત્યાં એનું લક્ષ્ય લાખ પર જાય છે અને એ રીતે લાખવાળાને દશ લાખ અને એમ રાજ્ય કે ચક્રવત્તપણુમાં પણ સંતોષ થતું નથી. અંદર એની વૃત્તિ વધારે વધારે ઉત્તેજિત રહે છે. અને એ કદી નિરાંતે બેસી શકતું નથી.
એટલા માટે લેભની સરખામણી “આકાશ સાથે કરી છે. આકાશને છેડે જ આવતું નથી તેમ લોભને માર્ગ મળે તે પછી એને પણ છેડે આવતું નથી. કવિરાજ તેટલા માટે એને દુરંત” કહે છે. મતલબ કે એ હદ-મર્યાદા વગરને છે, માજ-છેડા વગરને છે અને અપરિમિત હાઈ દરરોજ વધતો જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org