________________
૧૭૦
શ્રી શાંતસુધારસ
આ સંસારમાં અંતરંગમાં રહેલા મને વિકારો પ્રાણુને બ રખડાવે છે, તફડાવે છે અને ગેટે ચઢાવે છે. એની અંદર રહેલ કામ, ક્રોધ, મદ, મત્સર વિગેરે ભાવે એને ઠેકાણે પડવા દેતા નથી. પ્રત્યેક આંતર-વિકાર ભારે નુકસાન કરે છે અને ચેતનને અસ્તવ્યસ્ત કરી નાખી એનું પોતાનું ભાન ભૂલાવી દે છે. એની એટલી હદ સુધીની બેડોળ સ્થિતિ કરી મૂકે છે કે એ પિતાને પણ ઓળખી શકતો નથી, પોતાનાંને પણ ઓળખી શકતો નથી અને પિતાનું ઘરનું સ્થાન કયું છે અને ક્યાં છે તેને પણ એના દષ્ટિપથ કે સ્મરણપથમાં આવવા દઈ શકતો નથી. એ આખું ભાન ભૂલી પરવશ બની જાય છે અને પછી દારૂના ઘેનમાં નાચે છે.
એ અનેક મનોવિકારે પિકી આપણે એકને તપાસીએ. લેભ એ એવે તે ભયંકર અંતર મને વિકાર છે કે એ સર્વ ગુણેને નાશ કરે છે. એના પાશમાં પ્રાણ આવી પડે છે ત્યારે પ્રાણીને વિવેક રહેતું નથી, મારા-તારાનું ભાન રહેતું નથી, સભ્યતાના નિયમને ખ્યાલ રહેતો નથી અને ગૃહસ્થાઈની કલ્પના પણ રહેતી નથી.
એક મેટું વન–જંગલ કલ્પીએ. એવા વનમાં, મેટે દાવાનળ ફાટી નીકળ્યો હોય અને મોટાં મેટાં ઝાડે ભસ્મીભૂત થઈને તડે તડ જમીન પર પડતાં હોય તે વખતે પક્ષીઓ અને પશુઓ તે વનમાં હોય તેને કેવો ભ થતું હશે તેની કલ્પના કરો. કોઈ ચીસ પાડે, કોઈ રડે, કેઈ હાંફળાફાંફળાં આમતેમ રક્ષણ માટે દોડે, કોઈ બચ્ચાંઓ માતાની પાંખામાં સંતાય, કેઈ માતા બચ્ચાંને ધારાં મૂકી સ્વરક્ષણાથે નાસી જાય, સર્વ પશુ, પક્ષી અને મનુષ્ય વનમાં હોય તે સર્વમાં મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org