________________
૧૫૮
શ્રી-શાંતસુધારસ
અને ત્રણ લોકને તથા ત્રણ કાળને પ્રત્યક્ષ કરનાર મહા દિવ્ય પ્રકાશ તારામાં જ છે. તારું વર્તન અને જીવન સચારિત્રશીલ થાય એટલે આ તારી અશરણ દશાનો છેડે આવી જશે. અમર થવાની ભાવનાવાળાને જે રમકડાં જોઈએ તે શોધી તેની સાથે રમજે, અપૂર્વ શાંતરસના વરસાદની ઝડીમાં હાજે અને અવર્ય સ્વાદવાળા શાંતસુધારસનું પાન કરજે. તને શરણ જડી આવશે અને પામરતા દૂર ચાલી જશે. અનંત ઋદ્ધિના ધણને પામરતા હોય? અને તું ! તું કેણ? તારે તે એવા યમરાજ જેવાથી, જરાથી, વ્યાધિથી કે બીજા કેઈ નાના મોટા વિકારોથી ડરવાનું હોય? પણ જે તું સંસાર વ્યવહારમાં પડી રહેવા માગતો હો તો સમજજે કે એમાંનું કોઈ પણ તને ટેકો આપનાર નથી અને અવસર આવશે એટલે તને તાણી ખેંચીને ફેંકી દેશે અથવા ઉપાડી જશે. યમ જે કઈ દેવ નથી, માત્ર આયુષ કર્મનું એ રૂપક છે એ વાત ધ્યાનમાં રાખવી અને આત્મભાવ અસલ સ્વરૂપે વિચારો. એ માગે ખૂબ આનંદ છે, અનંત સુખસન્મુખતા છે અને સીધે રસ્તે પ્રયાણ છે.
इति अशरणभावना २
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org