________________
અશરણભાવના.
૧૫૯
ઉ. સકળચંદજી કૃત બીજી અશરણભાવના
(સાંભળો મુનિ સંયમરાગીએ દેશી : રાગ કાલહરે.) કે નવિ શરણું કે નવિ શરણું, મરતાં કુણને પ્રાણી રે; બ્રહ્મદર મરતો નવિ રાખે, જસ હય ગય બહુ રાણી રે. કે નવિ૦ ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે; મરણથકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણું રે. કે નવિ. ૨ હય ગય પય રથ કોડે વિદ્યા, રહે નિત રાણું રાય રે; બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કે નવિ૦ ૩ મરણભીતિથી કદાપિ જીવો, જે પેસે પાયાલે રે; ગિરિરીર વન અંબુધિમાં જાવે, તો ભી હરીએ કાળે રે. કે નવિ. ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડ્યો, સો દશમુખ સંહરિયો રે; કે જગ ધર્મ વિના નવિ તરિ, પાપી કે નવિ તરિયે રે. કે નવિ૦ ૫ અશરણ અનાથ છવહ" જીવન, શાંતિનાથ જગ જાણે રે; પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત વખાણે રે. કે નવિ. ૬ મેઘકુમાર છવ ગજરાજે, સસલો શરણે રાખે રે; વીર પાસે જેણે ભવ–ભય કચરે, તપસંયમ શું નાખે રે. કે નવિ. ૭ મત્સ્ય પરે રોગે તડફડતા, કોણે નવિ સુખ કરિયે રે; અશરણ અનાથ ભાવના ભરિયો, અનાથી મુનિ નિસરિયે રે. કે નવિ૦ ૮
૧ પાતાળમાં. ૨ પર્વતની ગુફામાં. ૩ સમુદ્રમાં. ૪ રાવણ. ૫ જીવનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org