________________
અશરણભાવના.
૧૫
પણ તમે મરવાની વાત સાંભળી ચેકયા કેમ? તમને એ શબ્દ અપશુકનભરેલો લાગ્યા એટલે ? અરે! પણ કાંઈ મરવાનું નામ લેવાથી મરી જવાતું નથી ! જરા હિમત પકડી આ ચક્કસ આવનારા મરણને વિચાર કરે. એમાં કોઈ ગભરાઈ જવાનું નથી અને વિચાર કરવાની ના પાડવાથી પણ એ તમને છોડવાનું નથી.
મરવું એ કર્માધીન વાત છે. પ્રાણી આ સંસારમાં આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણ થયેલું હોય છે. આયુ પૂરું થાય તે વખતે તેનું કામ પૂરું થયું હોય કે ન થયું હોય પણ તેણે જવાનું જ છે. અને કર્મનો સિદ્ધાન્ત છે કે શુભ અશુભ કર્મો ભગવ્યે જ છૂટકો છે, એટલે મરણની વાતથી ડરવામાં ડહાપણ નથી. મરવાને માટે ત્રણ વાત કરવા જેવી છે. મરણ ઈચ્છવું નહિ, મરણથી ડરવું નહિ અને મરણ માટે હમેશાં તૈયાર રહેવું. આ આખો અલગ વિષય છે. આપણે મરવા તૈયાર છીએ? છાતી પર હાથ મૂકી જવાબ આપો. એ વાત બહુ જરૂરી હોવા છતાં અત્ર ખાસ મૂળ મુદ્દાની નથી, પણ વિચારવા જેવી તો જરૂર છે જ.
મુદ્દો એ છે કે આપણે મરવા તૈયાર હોઈએ કે ન હોઈએ, મરણથી ડરતા હોઈએ કે ન હાઈએ, પણ જ્યારે તે આવશે ત્યારે આપણે આધાર કે લે? ડોકટરે તે હાથ ખંખેરે, છોકરાઓ કે સ્ત્રી રડવા બેસે, નેકર-ચાકરે દુઃખી થાય અને મિત્રો-સ્નેહીઓ સહાનુભૂતિ બતાવે, પણ કેઈમાં મરણ વખતે શરણ આપવાની તાકાત છે? મેટા રાજા, મહારાજા કે ચકવતી ગયા તે પછી આપણે તો શો હિસાબ છે? “ જાય છે જગત ચાલું રે ઓ જીવ! જેને!” એમાં જ્યાં “છ જેની છાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org