________________
૧૫૨
શ્રી-શાંત-સુ-ધારસ
થતી, રૂડી જેની હતી રાત; ક્યાં ગયા કરાડાપતિ રે, આ જીવ જોને ! વાત કહે છે ત્યાં હદ કરી નાખે છે; પણ એ સર્વ વાતની વચ્ચે એ વખતે આધાર કાના ? ટકા કાને ? આપણે રાવ ખાવા, ફરિયાદ નોંધાવવા, આશ્રય મેળવવા કેાની પાસે જવું? ઘરના રડતાં હાય અને શરીરની નાડી તૂટતી હાય ત્યાં ધન્વંતરીનાં માથાં પણ અક્કલશૂન્ય થઈ જાય છે અને મેાટી પ્રીવાળા ડૉકટરા દિલગીરી દર્શાવી, ટોપી માથે મૂકી, ડ્ડી ખીસામાં મૂકી રસ્તે પડે છે. ત્યારે તે વખતે આશરેા કાને ? એકલા મરણની વાત શા માટે કરવી પડે છે ? આ જીવનમાં અનેક પ્રસંગા આશ્રય મેળવવાના આવે છે. જેમણે ગરીબાઇમાં જીવન ગાળ્યુ હાય તે એશીયાળાપણામાં રહેલ તુચ્છતાથી અને ધનવાનાના તિરસ્કારથી અજાણ્યા ન જ હાય. અ તે આશા કરીને આવેલ યાચક માથા પર કે કપાળે હાથ મૂકીને જાય છે. તે વગર સમજાવ્યે સમજે છે કે અંતે પેાતાના કિસ્મત પર આધાર છે. અહીં શરણુ કાનુ` હાઇ શકે તેને સહજ ખ્યાલ આવે છે. બીજા સર્વ નકામા પ્રયાસ છે એ વાતની કાંઈક ઝાંખી થાય છે.
જ્યાં ઘરનાં ઘર (માનેલાં ) છોડીને સદાને માટે જવાનુ હાય, જ્યાં ખૂદ પાળેલ-પેાખેલ શરીર પણ મૂકી જવાનુ હાય ત્યાં આધાર કાના ? એ વખતે મેટરે કામ આવતી નથી, અણુના ઉપયેાગમાં આવતા નથી, ધમાલ સાથ આપતી નથી,
ખડાઈએ રસ્તા દાખવતી નથી, ગેટાળા આડા આવતા નથી, ખટપટા હાથ દેતી નથી, પ્રેમ મા આપતા નથી, એ વખતે શરણ માત્ર સાચા ધર્મ જ આપે છે, આત્મવૃત્તિએ કરેલ ધર્મ એના ગમે તે આકારમાં હાય પણ તેને આધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org