________________
શ્રી.શાં-ત-સુધારસ
એના સબંધમાં એક બહુ સુંદર વિચાર સુગ્ધરા વૃત્તમાં જ્ઞાના વકારે મતાન્યેા છે, તે ખાસ વિચારવા ચેાગ્ય છે. पाताले ब्रह्मलोके सुरपतिभवने सागरान्ते वनान्ते, दिक्चक्रे शैलशृङ्गे दहन वनहिमध्वान्तवज्रासिदुर्गे । भूगर्भे सन्निविष्टं समदकरिघटासंकटे वा बलीयान, कालोऽयं क्रूरकर्मा कवलयति बलाज्जीवितं देहभाजाम् ॥
૧૫૦
“ પ્રાણી પાતાળમાં પેસે, બ્રહ્મલેાકમાં જાય, ઈંદ્રના ભુવનમાં. આશરા લે, દરિયાને પાર જઈને વસે, જંગલને બીજે છેડે વાસ કરે, દિશાઓના છેડા પર જઇ અટકે, મોટા પર્વતના શિખર પર ચાલ્યેા જાય, અગ્નિમાં પેસે, વનમાં છુપાઈ જાય, હિમમાં ઢંકાઈ જાય, અંધકારમાં લપાઇ જાય, વજાના ઘરમાં પેસે, તલવારના પહેરામાં રહે, કિલ્લામાં ભરાઇ જાય, પૃથ્વીના ગર્ભ માં ( ખાડા ખાદીને ) ઉતરી જાય, મળવાન હાથીએની ઘટાની વચ્ચે ઘેરાઇને બેસે પણ ક્રૂર કર્મ કરવાવાળા કાળ પ્રાણીના કાળીએ એક ઝપાટામાં અને પૂરા જોરથી કરી જાય છે. ’
આ ગણતરીમાં ખાળ તેમ જ વૃદ્ધ, ધનવાન તેમ જ ગરીબ, અળવાન તેમ જ બીકણ, સમ તેમ જ રાંક, વક્તા તેમ જ શ્રોતા, પાટ પર બેસનાર કે સામે એસનાર, દાન આપનાર કે દાન લેનાર, કૃપણ કે ઉડાઉ-સર્વના એક સરખી રીતે સમાવેશ થાય છે. કાળ તા સને સરખા ગણે છે.
આ વસ્તુસ્થિતિ છે. અનેક આકારમાં ખતાવાય તેમ છે, અનેક સંચાગામાં જુદા જુદા નામા લઇ તેના પર વિવેચન થાય તેમ છે; પણ વાતને સાર એ છે કે− એક દિવસ એવા આવશે જ્યારે આપણે જવાનુ છે, મરવાનુ છે, પ્રયાણ કરવાનુ છે.
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org