________________
અશરણભાવના.
૧૪૯ પહેરાવેલાં હોય છે અને હાથ ઉઘાડા હોય છે. આ શું બતાવે છે? આ સર્વ રયાસત હાજર હતી છતાં પણ રાજા-મહારાજાને કેઈટેક આપતું નથી. એ સર્વ છતાં એ ગયા અને કયાં ગયા અને કોણ લઈ ગયું ? તેની પણ ખબર નથી. એના ઉઘાડા હાથ બતાવે છે કે એ જન્મતી વખત બંધ હાથે આવ્યા હતા અને મરતી વખતે ખાલી હાથે–ઉઘાડે હાથે ગયા, ચાલ્યા ગયા અથવા કેાઈ તેમને ઘસડી ગયું.
કઈ શેઠીઆના મરણ વખતે જોયું હોય તે બે લાંબા વાંસડા, વશેક ખપાટીઆ અને ચાર અથવા એક નાળીએર અને ઉપર ઢાંકેલ એકાદ રેશમી વસ્ત્ર, પણ એની સર્વ ઋદ્ધિ સંપત્તિ અહીં રહી જાય છે અને એને ચિતામાં સુવાડે છે ત્યારે તે ઉપરનું ઢાંકણનું વસ્ત્ર પણ કાઢી લે છે. એનું શેર બજાર, એનું સટ્ટા બજાર, એના લાખના સરવાળા, એના લાંબા સરવૈયાં, એના કર–ચાકરે અને એની મોટર, ટેલીફેન અને સેક્રેટરીઓ સર્વ અહીં રહી જાય છે. એની બૈરી પણ અહીં જ રહે છે અને છેકરા છોકરી હિસાબ કરવા અને વલની શોધમાં પડી જાય છે. આ સર્વ શું ? કેવા તોફાન અને કેવા હાલહવાલ? કાંઈ ટેકો? કાંઈ આશરે?
કોઈ સાધારણ માણસની વાત લઈએ તો ત્યાં પણ એ જ વાત દેખાશે. એને માટે કઈ આડે હાથ દેતું નથી અને એને કેઈની પર ગણતરી બાંધવાનો હક્ક નથી એટલે આ તેમ ચાલ્યા જાય છે; પણ મોટા કે નાનાને સર્વને જવાનું તો ખરું જ! એ વાતમાં મીન-મેષ નથી, એમાં શંકા નથી, એમાં અપવાદ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org