________________
૧૪૮
શ્રીષ્ણાંતસુધારન્સ અનાથતાને સ્પષ્ટ ખ્યાલ આવે. એના વિવેચનમાં પ્રાસંગિક વાત ઘણું કરી નાખી છે. આપણે પ્રથમ અશરણભાવને વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કરીએ.
આધાર અને આધેય તત્વનો એવો નિયમ છે કે જેને આધારની જરૂર પડે તે ટેકે આપે તેવી વસ્તુને ટેકે તુરત લઈ લે છે. બાળકેમાં આ તત્વ સહજપણે પ્રતીત થાય છે. એને કપડાં પહેરવામાં, ફરવા જવામાં કે કઈ પણ કામ કરવામાં આધાર વગર ચાલતું નથી. આવી રીતે સ્ત્રી-પુરૂષને ઘણીવાર આધાર–આધેય સંબંધ બને છે.
પણ માણસ જ્યારે મુંઝાય છે ત્યારે તે એને ટેકાની બહુ જરૂર પડે છે. એ વખતે એને ટેકે મળે, કઈ સાચો દિલાસો આપે, કોઈ એના દુઃખમાં ભાગ પડાવે છે તે તેને સાચો મિત્ર કે સખા સમજવો. કહેવત છે કે Prosperity brings friends and Adversity tries them “ સંપત્તિ મિત્રોને લાવી આપે છે, આપત્તિ તેની કસોટી કરે છે.” આ દ્રષ્ટિએ આપણે આપણા સંબંધો વિચારીએ તે ખરી અણુને વખતે તેઓ તદ્દન કસોટીમાંથી નિષ્ફળ નીવડે તેમ છે. આપણે એક બે દાખલા લઈએ. કહેવાય છે કે-નવ નંદરાજાએ સોનાની નવ ડુંગરી બનાવી હતી પણ એ જ્યારે મરવા પડ્યા ત્યારે એ ડુંગરીઓ અહીં જ રહી ગઈ અને કોઈ પ્રકારના ઉપગમાં આવી નહિ. મેટા રાજાઓની સ્મશાનયાત્રા નીકળે છે ત્યારે એની આખી રિયાસત પ્રથમ ચાલે છે. એના હાથી, ઘોડેસ્વાર, ચોકીદાર, બંદુકવાળાઓ, આરબ, કેતલના ઘેડા, પાના, પાલખી, ડંકા-નિશાન સર્વ દેખાય છે અને છેવટે એક પાલખીમાં એનું શબ દેખાય છે. એના ઉપર કીનખાબનાં કપડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org