________________
-
૧
૧૪૬
શ્રી શાંતસુધારસ अरिहंतशरणं, सिद्धशरणं, साहूशरणं, केवलिपन्नत्तो ધો રજૂ એટલે તીર્થકર મહારાજ, સિદ્ધ, સાધુ અને કેવળકથિત ધર્મનું શરણ કરવા ભલામણ કરી.
પ્રાણી ગમે તે ધર્મને માનતા હોય તેને શરણ અનુકૂળ ગોઠવી શકાય છે. ધર્મનું શરણ અનિવાર્ય, તે જ એક રસ્તે છે, એ માર્ગમાં જ પ્રકાશ દેખાય છે, બાકી સર્વત્ર
અંધકાર, ગુંચવણ અને અથડાઅથડી છે. (૨) મમતા-મારાતારાપણાની વાત જ છેડી દે. જગતને
અંધ કરનાર મોહરાજાએ ઉત્પન્ન કરેલી મમતાબુદ્ધિ પ્રાણુને ખૂબ ૨ખડાવે છે અને શરણ લેવા દોડવું પણ મમતાને લઈને જ પડે છે, બાકી એને મરણ, જરા કે વ્યાધિ કઈ ચીજ નથી. મમતા રાગમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એ રાગ બંધાવે છે. એ મમતા ઉડી ગઈ એટલે પછી શરણનો સવાલ નહિ રહે. પ્રાણી મમતા રહિત થાય પછી તેનામાં કઈ જુદી જ હિંમત આવે છે અને શરણના પ્રસંગેની સાથે એ રમે છે, એ નિર્બળતાની સામે બાથ ભીડે છે અને પૂર્ણ જુસ્સાથી આગળ વધતું જાય છે. એને મારું ધન, મારાં છોકરાં, મારાં અસીલ, મારાં ઘરાક એ દશા જ રહેતી નથી એટલે પછી એ તે નિષ્કટક રાજ્યને માલેક થઈ જાય છે અને એને રસ્તો
સીધો, સરળ અને સપાટ થઈ જાય છે. . (૩) તું આ શાંતસુધારસનું પાન કર. એ રસ એ તે
અભિનવ છે કે એની જોડી તને મળે તેમ નથી. બીજા રસે તે ચટકા જેવા છે, અનુભવ્યા અને ઉડી ગયા; પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org