________________
અશરણભાવના.
૧૪પ તે તે વખતે તે પિતાની અશરણ સ્થિતિ બરાબર અનુભવે છે અને નહિ તો સર્વ લેકે “એક અરિહંતમાં ધ્યાન રાખજે” એમ કહે ત્યારે એ પિતાની અશરણ-ન ધણિયાતી સ્થિતિને ખ્યાલ કરે છે. એ વખતે શરણ કેવું? ધર્મ સિવાય કેઈ એની બાજુએ ઉભું રહેતું નથી. બીજા સર્વ હવાતીઓ છે. નિમિત્તવાસી પ્રાણું છે તેથી એ પ્રયાસ કરે છે, દવાદારૂ કરે છે અથવા અન્ય કરે તેને લાભ લે છેપણ તે વખતે તે સર્વ નિરર્થક છે એમ તે બરાબર સમજે છે. અંતે વાત ચેકકસ છે કે કરેલ કમ ભેગવવાં જ પડે છે, ગમે તેટલાં યુગ પસાર થઈ જાય પણું ભેગવવા જ પડે છે અને તે પણ કરનારે જ ભેગવવાં પડે છે. એમાં કઈ ભાગ પડાવવા આવતો નથી. માત્ર તે વખતે શાંતિ આપનાર આધાર હોય તે તે ધર્મ જ છે અને તેનું શરણું લીધા સિવાય બીજો કોઈ માર્ગ નથી. .
૮. આવી રીતે જરાવસ્થામાં કાંઈ ટેકે નથી, મરણ વખતે કેઈને આધાર નથી અને ભયંકર વ્યાધિઓ પોતે જ સહેવા પડે છે ત્યારે કરવું શું? આને માટે કવિશ્રીએ ત્રણ ઉપાય આ અષ્ટકને અંતે છેલા પદ્યમાં બતાવ્યા છે. (૧) પ્રથમ તે ચાર પ્રકારના અંગવાળા ધર્મનું શરણું લેવા
ઉપદેશ આપે છે. જે ધર્મનું શરણુ લેવાની વાત કરી છે તે ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવ. એ ચાર અંગવાળા ધર્મનું શરણું કર.
અથવા ચાર પ્રકારનાં શરણે છે તેને અનુસર. તે ચાર આ પ્રમાણે છે – ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org