________________
કાર થયા
, એ સર્વ બ
ચાલવું "
૧૪૨
શ્રી શાંતસુધારસ “ઉંબર તે ડુંગર થયા, પાદર થયા પરદેશ; ગાળી તે ગંગા થઈ, અંગે ઉજળા કેશ” એ સર્વ બને છે અને છેવટે હાથમાં લાકડી લેવી પડે છે. વસ્તુતઃ ત્રણ પગે ચાલવું પડે છે. એ વાતને અટકાવનાર કોણ? એ વાતની આડે આવનાર કેણુ? એ હકીકત બને ત્યારે આધાર કેને?
૬. એ વાત વધારે સ્પષ્ટપણે કહેતાં કવિ વર્ણવે છે કે–નાના બાળકનાં બાલ જોયાં હોય તે તે એકદમ કાળાં લાગે છે, જરા આખા માથાને પળિયાંવાળું બનાવી મૂકે છે અને શરીરને તદ્દન રસ વગરનું—દમ વગરનું બનાવી દે છે તેમજ ધીમે ધીમે એને તદ્દન નિર્બળ, દુર્બળ અને અબળ બનાવી દે છે. આ જરાને-ઘડપણને અટકાવવાને કણ શક્તિવાન થાય છે? એને આવતી અટકાવવાને કઈ રસ્તો જડ્યો છે?
એક ઘણા પ્રસિદ્ધ વૈદ્યરાજ કહેતા હતા કે પ્રમાદ એ જ મરણ છે (કમોિ દિ મૃત્યુ) જે પ્રમાદ ન કરવામાં આવે તો માણસ કદી મરે નહિ અને ઘરડે થાય નહિ. તેઓ પોતે ખૂબ સંભાળ લઈને રહેતા હતા, પણ લગભગ પંચાવન વર્ષની વયે લાકડી લઈને ચાલતા હતા અને છપ્પન વર્ષની ઉમ્મરે લાકડી મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા પણ ગયા. આ વાત એટલી સાદી, જાણીતી અને સ્પષ્ટ છે કે એના ઉપર વિવેચનની પણ જરૂર ન હોય. મુદ્દો એ છે કે આ પ્રમાણે ઘડપણ વગર નેતર્યું–માગ્યું–બેલાવ્યું ચાલ્યું આવે ત્યારે આધાર કેને? શું પ્રાણુના નશીબમાં રાબ પીવાની જ સરજી હશે અને ગાંઠીઆના ભૂકા કરીને ખાવાના ગેટા વાળવાનું એનું પ્રારબ્ધ જ હશે ! “મમ યષ્ટિકા” કહી ઠક ઠક કરતાં ટેકે આપીને ચાલતાં આંખના તેજ વગર બીજાથી દેરાતાં આ એક વખતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org