________________
૧૩૮
શ્રી શાંતસુધારસ
૪. વિદ્યાઓ સિદ્ધ કરવાથી આકાશમાં ઉડી શકાતું, સમુદ્ર તરી શકાતો અને એવાં આશ્ચર્યો થતાં. મંત્ર (રસ) સિદ્ધ કરવાથી સોનું થઈ શકતું, સ્ત્રી-પુરૂષને વશ કરી શકાતાં વિગેરે. મહા ઔષધિએના ઉપગથી આકરા વ્યાધિઓ સુધરી શકતા. આવા અનેક દાખલાઓ કથાનકમાં ધાયલા છે. વિદ્યા અને મંત્રના પ્રભાવથી દેવતાઓ વશ થતા અને દેવતાઓ અનેક કામ કરી આપતા.
આ વાતની સત્યાસત્યતા તપાસવાનું આ સ્થાન નથી. શત્રુંજય યાત્રા બંધ થઈ ત્યારે આવા મંત્ર કે વિદ્યાઓનો ઉપએગ કેમ નહિ થયો હોય? એ ઘણું પ્રશ્ન કરતા હતા. આપણે એ વિષયની ચર્ચામાં ઉતરીએ તે મુદ્દો વિસરી જઈએ. વાત એ છે કે મંત્રથી, વિદ્યાથી કે મહા ઔષધનું આસેવન કરવામાં આવે અને દેવતાઓને વશ કરી દે તેવું તે આસેવન હોય તો તેથી પણ મરણ છોડતું નથી. ગમે તેવી સિદ્ધ ઔષધિઓ મેટા ધનંતરી પોતે લાવી આપે અથવા મંત્રોના ઉપરાઉપરી ઉચ્ચાર થયા કરે, વિદ્યાદેવીઓને કદાચ સાક્ષાત્કાર થાય તે પણ મેત છેડતું નથી, છોડે તેમ નથી.
જ્યારે ડોકટર કે વૈદ્યનાં મુખ પર નિરાશા દેખાય છે અથવા નજીકના સંબંધીઓને વ્યાધિ ગંભીર અથવા “હેપલેસ ” જણાવવામાં આવે છે ત્યારે પછી ભુવાના પ્રયોગે ઘણીવાર થાય છે, ડાકલાં વાગે છે, શરીર પર ત્રાંબાના પિસા બંધાય છે, નજરબંધી થાય છે, ખાટલા ફરતા ખીલા ઠેકાય છે, લીંબુ માથા પરથી ઉતારાય છે, બાધાઓ રખાય છે, આખડીઓ લેવાય છે અને કેક કૈક તેફાને થાય છે, પણ અંતે પ્રાણપોક મૂકવામાં એ સર્વને અંત આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org