________________
૧૩૭
અશરણભાવગ્ના. પણ આ યમદેવને તે દયાને છાંટે આવતું નથી. એ તો દરેકના કોળીઆ કરવામાં મજા માને છે, એને વજામઘરમાંથી પકડતાં વાર લાગતી નથી કે એની પાસે મુખમાં તરખલું લઈ કરેલી પ્રાર્થના બર આવતી નથી. જેમ પરમાધામી દેવને નારકીના જીવોને ત્રાસ ઉપજાવવામાં મજા આવે છે અને તેઓને રડતાં-કકળતાં જુએ ત્યારે એ નીરની જેમ રાજી થાય છે તેમ નિર્દયતાના પુરૂષાર્થમાં નાચ કરી રહેલ યમદેવ કઈ પણ પ્રાણીને છોડતું નથી.
વળી એનામાં એક વિશિષ્ટતા અથવા નીચતા એ છે કે બીજા પ્રાણીઓ સારા અર્થમાં સર્વને સરખા ગણે છે અને સર્વને સરખો લાભ આપે છે ત્યારે આ ચમરાજ જીવ લેવાની બાબતમાં સર્વને સરખા ગણે છે. એને મન કઈ માટે નથી, કેઈ નાને નથી, એ તો નીચતાની પરાકાષ્ઠાએ જઈ મેટા કે નાનાને-સર્વને શરીરથી છૂટા પાડી, એનાં સગાંસંબંધીને રડાવી ખેંચી જાય છે. એના આવા સર્વને સરખા ગણવાના તુચ્છ ભાવ પર લ્યાનત હો ! ધિક્કાર પડે ! પણ એમ કહેવાથી કાંઈ વળે તેમ નથી–તેને જરા પણ દયા આવે તેમ નથી. - જ્યારે રાજાને પરિવાર કે તેનું લશ્કર નકામું થાય છે, છુપાઈ જવાના પ્રયે નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારી ને કરેલી પ્રાર્થના ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કેનું? આમાંથી બચવાના કેઈ ઉપાય કારગત લાગતા નથી.
હજુ કાંઈ બીજા ઉપાય હોય તો તપાસીએ. આ તે સર્વ પ્રકારે નિરાશા મળે છે. ચાલો, આગળ વધે, કાંઈ કરતાં કાંઈ ઉપાય શેળે મળે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org