________________
૧૩૬
શ્રી શાંતસુધારસ
જાવું છે , જાવું છે જરૂર; કાયા તારી કામ ન આવે,
ઝાંખા થાશે નૂર. ચકી સરખાં વહી ગયાં, આકડાનાં તૂર, જાવું છે જ. વિગેરે.
મોટા માંધાતા જેવા રાજાએ ગયા,વિક્રમાદિત્ય ગયા, સિદ્ધરાજ જેવા ગયા અને આખી મુગલાઈ પણ ઉપડી ગઈ. નેપલીઅન સેંટ હેલીનામાં ગયે, શાહજહાન કેદમાં મુઓ, ઔરંગઝેબ દક્ષિણમાં ખલાસ થઈ ગયે અને ઋષભકૂટપર કાકિયું રત્નથી નામ લખનાર બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્રવત્તીઓ પણ ગયા! એલેકઝાન્ડરને પૃથ્વી જીતવાની બાકીમાં રહેલી ન જડી ત્યારે સમુદ્રને સાધવા ગયે, સુભૂમ બીજો ભરત ખંડ સાધવા ગયો, પણ અંતે સર્વ ગયા ! એ દરેકે મરતી વખત પછાડા માર્યા છે અને માથાં પછાડ્યાં છે. ત્યારે તું તે કોણ માત્ર! વિચાર કે એવો અવસર આવશે ત્યારે તું કોને આધાર લઈશ? તારી છાતી ઉપર હાથ મૂકી નિરાંતને શ્વાસ લઈ શકીશ? આનંદથી જઈ શકીશ? હજુ પણ સાંભળ. એ મુદ્દા ઉપર ઘણું કહેવાનું છે.
૩. એવા રાજાઓ તે ઉઘાડી રીતે ગયા અથવા તેને યમરાજે ઉપાડી લીધા, પણ પ્રાણી કદાચ સખ્ત લોઢાના ઘરમાં પેસે, તીજોરીમાં ઢંકાઈ જાય, પાટ બંધ કરીને બેસી જાય કે પટારામાં પેસી જાય અથવા તે દીન-શરણાગતની પેઠે પિતાના મુખમાં તરખલું લઈ યમરાજને વિનતિ કરે કેદેવ ! મને તે છેડે ! મને બચાવ હું તમારે શરણે છું ” (પ્રાચીન સમયમાં રાજાઓ લડતાં પણ દુશ્મન મહેમાં તરખલું લે એટલે છોડી દેતા. અત્યારે પણ સફેત વાવટે બતાવે એટલે લડાઈ બંધ પડે છે અને સુલેહ થાય છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org