________________
અશરણભાવના.
૧૩૫
એવી રીતે મળ પણ અતિશના ઘણી
બાજુએ ઘોડા, રથ, હાથી અને લશ્કરી હેય, એનું રક્ષણ કરવા એના ખાસ રક્ષક (બેડીગાર્ડો) તૈયાર હોય, એનું લશ્કર દુનિયામાં અજેય ગણાતું હોય, એની સેનાએ કદી હાર ખાધી ન હોય, એની યૂહરચના ઘણી ગુંચવણવાળી હોય, એનું પિતાનું બળ પણ અતિશય પ્રસિદ્ધિ પામેલું હોય અને એવી રીતે એ મેટા કિલાએથી, શસ્ત્ર-અસ્ત્રોથી અને લડાઈની તથા બચાવની સર્વ સામગ્રીઓથી સુરક્ષિત હોય, એનું એલાનું જેર સેંકડે સેનાનીઓને પૂરા પડે તેવું બતાવાયું હોય–એવો મેટ છત્રપતિ હય એને પણ એ યમરાજ એક ક્ષણવારમાં ઉચકી લે છે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન પર રગદોળી નાખે છે અને એમ કરવામાં એને જરા પણ શંકા કે વિચાર થતું નથી. - દરિયાના કાંઠા નજીક એક ગલ અથવા કલકલ પક્ષી થાય છે. એ તન્ન સંકેત હોય છે. એને ખોરાક માછલાં હોય છે. એ જેમ માછલાને પિતાની ચાંચમાં ઉપાડી લે તેમ મોટા રાજા, મહારાજા કે ચક્રવત્તીને યમરાજ ઉચકી લે છે. એ વખતે રાજાનું મોટું લશ્કર કે એના હાથી, ઘોડા, રથ, પાયદળ, પલટન, એરેપ્લેને કે મશીનગને કાંઈ કામમાં આવતા નથી, કાઈ એની આડે હાથ દઈ શકતા નથી અને લશ્કરની વચ્ચેથી, વકે કિલ્લાની અંદરથી અને સામગ્રીઓની ભીતરમાંથી ખેંચી એને ઉપાડીને યમરાજ એક ક્ષણમાં ચાલ્યા જાય છે. (મૈનિક શબ્દ મેટા મસ્યવાચક પણ છે. મેટા મસ્યા નાના મસ્યાને નિરંતર ખાધા કરે છે.)
આ વખતે એ મોટા મહારાજાને શરણ કે? ટેકે કેને? આધાર શેના? રાણુઓ રડે, વૈદ્યો હાથ ખંખેરે, દાસીઓ રાજીઆ લે, અમાત્ય વર્ગ હાય બળતરા કાઢે, પણ એ સર્વ નકામું નીવડે છે અને એ બધાની વચ્ચેથી ઉપડી જાય છે. વાત એ છે કે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org