________________
૧૩૪
શ્રી શાંતસુધારન્સ
છે તે અથવા શ્રાવકના બાર વ્રતો છે તે તને શરણ આપશે. એનું સ્મરણ પણ તને ટેકે આપશે. એને નામેચ્ચાર પણ તને અકળામણથી દૂર રાખશે અને એની સાથે આત્માનુસંધાન તને અદ્વિતીય ટેકો આપશે. ચારિત્રને મહિમા વર્ણવવાનું આ સ્થાન નથી. બાહ્ય સર્વ ક્રિયાઓની અસર વર્તન (ચારિત્ર) પર કેટલી થઈ છે તે જ અંતે જોવાનું છે. અંદર ભીનાશ-કુણાશ ન આવી હોય તો બાહ્ય ક્રિયા નકામી તો નથી, પણ તત્કલાપેક્ષયા અંતે આ આત્માને વધારે દૂર લઈ જતી નથી. મેરૂપર્વત જેવડે ઢગલો થાય તેટલા ઓઘા-મુહપત્તિ આ જીવે કર્યાની વાત સુપ્રસિદ્ધ છે તે આ દષ્ટિએ છે. માત્ર તું ચારિત્રનું સ્મરણ કર. માત્ર ક્રિયાની અપેક્ષાએ નહિ, પણ જીવવાની તીવ્ર ઈચ્છાથી એનું સ્મરણ કર. એનું સ્મરણ માત્ર તેને ટેકો આપશે, તારે આધાર બનશે અને વિશાળ દરિયામાં તારી પડખે ઉભું રહેશે. એ ચરણ–ચારિત્ર સાથે અનુસંધાન કરી લે, એની સાથે તું એકમેક થઈ જા અને તેને તારી સાથે એક તાર કરી દે. એ તને ટેકે છે, ખરે આધાર છે.
“ચારણ”ને અર્થ પગ. મહાપવિત્ર પુરૂષોના ચરણયુગનું સમરણ કર–એ અર્થ પણ શક્ય છે, પણ વિષયની ઘટના સાથે ચારિત્ર અર્થ વિશેષ અનુરૂપ જણાય છે. પગનું સ્મરણ થતું નથી, પણ તેની પૂજા થાય છે. આ ધ્રુવપદ દરેક ગાથાને અંતે ખાસ બોલવા અને વિચારવા જેવું છે. નિરાશ થતાં આત્માને એ મેટ ટેકો આપે તેમ છે અને એ ટેકાની એને એ વખતે ખાસ જરૂર છે.
૨. નાના પ્રાણું કે મનુષ્યની તે શી વાત કરીએ પણ મેટો રાજા હાય, મેટે રાજાઓને પણ રાજા હોય, એની ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org