________________
અશરણભાવને.
૧૩૩ રીતે તાવી લે છે. સોનાની પરીક્ષા જેમ કષ, છેદ અને તાપથી થાય છે તેમ અમે તેની પરીક્ષા કરી છે. તેના વિધિ અને નિષેધના માર્ગો ખૂબ ચકાસી જોયા છે. અમે એના તત્વમાર્ગમાં પણ ખૂબ ઉંડા ઉતર્યા છીએ અને અમે બારીકીમાં ઉતરી એનાં નય અને પ્રમાણ સત્ય સમજ્યા છીએ, અમને એમાં અપેક્ષાઓ સમજાણી છે અને આખા માર્ગમાં અમે પૂર્વાપર વિરોધ છે. નથી. એના વિધિમાર્ગોમાં ગમે તેટલા મતભેદ હશે, પણ એના દાર્શનિક વિભાગમાં એક જ મત છે. એને કમને સિદ્ધાન્ત અવિચળ , એની નિગદની વ્યવસ્થા વિચારણીય છે અને એનું સ્યાદ્વાદ સ્વરૂપ અમને ખાસ આકર્ષક લાગ્યું છે.
તમે એ જૈન ધર્મને આશ્રય કરશે તો તે તમને જરૂર શરણ” આપશે એમ અમે ખુબ વિચારથી કહીએ છીએ. તમે કઈ પણ ધર્મનું શરણ કરે તે તમારી મરજીની વાત છે, પણ તમે જૈન ધર્મનું શરણ કરશે તો તેમાં છેતરાશે નહિં એ અમે અમારા અભ્યાસ અને અનુભવથી કહીએ છીએ.
ટૂંકામાં ધર્મનું શરણ લેવાને તેમને આદેશ છે. તેઓ કહે છે કે તું ધર્મનું શરણ કર, તેમાં પણ પરીક્ષા કરીને જૈન ધર્મનું શરણકર.
ઉપરાંત એક વાત ખાસ કરવાની છે. વિશિષ્ટ પવિત્ર ચરણ–ચારિત્ર તેનું તું સ્મરણ કર, તેના ઉપર આધાર રાખ અને તેને તારા જીવન સાથે વણ દે. ચારિત્રરાજનાં મંદિરમાં જે ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનત્વ અને બ્રહ્મચર્યરૂપ ધર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org