________________
અ-વારણ લાવના.
૧૩૧ (ધ્રુવપદ) ત્યારે આવી સ્થિતિમાં કરવું શું? આ તે ભારે ફસાણ. આ તે ભરોસાની ભેંસે પાડે જણ્યા જેવી વાત થઈ ! આપણું પોતાના સ્વજને-ઘરના માણસો ઉપર આધાર ન રાખી શકીએ ત્યારે જવું કયાં ? કરવું શું? આના ઉપર એક ધ્રુવપદ કહે છે. એ પ્રત્યેક ગાથા સાથે બોલવાનું છે. તેને ભાવ નીચે પ્રમાણે છે –
આખા ગીતમાં બતાવાશે અને ઉપર લેકમાં બતાવાઈ ગયું તેમ કઈ વસ્તુને, સંબંધીને કે સગાને ટેકે આ જીવને અને વખતે નથી, એ વાત તે સમજાણી; પણ એમાંથી કઈ રસ્તો ખરે કે ખાલી મુંઝાઈ મરવાનું જ છે? આ પ્રશ્ન સ્વાભાવિક છે. આવે વખતે બીજું તે કણ મદદ કરે ? જ્યાં સગાંવહાલાં તો શું પણ શરીર પણ ઠંડું પડી જાય, નાડીઓ પણ તૂટી જાય ત્યાં બીજા કેણ પાસે આવે ?
ત્યારે ધર્મ એના ખરા આકારમાં ટેકે આપે છે. જીવનમાં જેટલી અહિંસા વણ દીધી હોય, ન્યાયમાગે પ્રવર્યા હોઈએ, સાચી સલાહ આપી હોય, ગમે તેટલા જોખમે સત્ય માર્ગ આદર્યો હોય, ભયંકર પ્રસંગોમાં મન પર કાબૂ રાખે હોય, પરસ્ત્રી તરફ નજર પણ ન કરી હોય, વગર હકકનું લીધું ન હોય, દીન જનોને દાન દીધાં હેય, બ્રહ્મચર્ય પાળ્યું હોય, દંભને દૂર રાખ્યા હોય, માનના પ્રસંગે આડા હાથ દીધા હાય, કપટજાળના ભેગ કેઈને ન કર્યા હોય, ખાટા આળ ન દીધાં હોય, ચાડી ચુગલી ન કરી હોય અને પ્રમાણિક જીવન જીવી જે કઈ નૈતિક કે આંતરિક પ્રગતિ કરી હોય એ સર્વનો ખરે આધાર તેવે વખતે થાય છે. એ વખતે એ સાચા ટેકે આપે છે અને એ એના ખરા સ્વરૂપમાં તેને આપત્તિને વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org