________________
૧૩૦
શ્રી શાંતસુધારસ ઉતરી ગયો છે. જે આ પાણી પીશે તે મરી જશે અને ભાઈશ્રી ઊઠશે. અત્યાર સુધી માતા, ભાઈ, પિતા, પુત્ર સર્વ પ્રાણ આપવા તૈયાર થવાની વાતે રડતાં રડતાં બેલતા હતા તે સર્વ ચૂપ થઈ ગયા. સ્ત્રીએ પણ વિચાર્યું કે હું જઈશ તો નવી આવશે ! સંત કહે-ઊઠ, ભાઈ! જોયું ?
આ તે તદ્દન સાદી વાત છે. કેઈ શરણ આપી શકે તેમ નથી અને આપવાના પણ નથી. ગમે તે સ્વજન આવે તે ખાલી પ્રાણપોક મૂકનારા છે, બાકી મરણ કોઈને વશ થતું નથી અને એ આવે ત્યારે તેને કેઈ અટકાવી શકતું નથી. એ પ્રાણું ગમે તે સંત–સુખ આપનાર હોય કે ગમે તે ભલે કે ભુંડે, વહાલો કે દવે, રળાઉ કે ઉડાઉ, ભણેલા કે અભણ હોય પણ કેઈ પણ સ્વજન તેને રક્ષણ આપી શકતું નથી અને મરણને થોડી વાર થોભાવી પણ શકતું નથી. આમાં નિરર્થક ટીકા કરનારાં સગાંઓ, બાપના મરવાની રાહ જોતાં બેસી રહેલા ઉડાઉ પુત્ર, ધણુને પ્રેમ હારી ગયેલી શક્યના શલ્યવાળી ભાર્યા કે એવા કેસોને સવાલ નથી, ત્યાં તો કઈ આડો હાથ દેવાને ખ્યાલ પણ ન કરે; પણ દુનિયાની નજરમાં સારામાં સારા પ્રેમને પાત્ર થવા સર્જાયેલ થોડા આદર્શ સુખીઓને પણ જ્યારે તેઓ મરણદશાની નજીક જાય છે ત્યારે તેમના આવા જ હાલ થાય છે એ આપણું દરરોજના અનુભવનો વિષય છે. એક પણ સ્વજન મરણથી આ પ્રાણનું રક્ષણ કરી શકતો નથી એ સિદ્ધ વાત છે.
સર્વ રીતે સુખી ગણાતાની આ સ્થિતિ છે, બાકીના માટે શું હોય તે સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org