________________
અશર•ણ ભાવના.
૧૨૯
"
મારા ભાઈને ! કહે છે એની પ્રીતિ જરૂર હાય. ખાકી પુત્રા, પુત્રીએ તે એનાં સામું જ જોનારા એટલે એમની પ્રીતિના સવાલ શે! હાય ? અને સગાઓ તે જરૂર સારામાં જ રાજી થાય, એના ઉત્કર્ષ દેખી પ્રીતિરસમાં એકલા ન્હાય એમાં નવાઈ નથી. આ સર્વ તા જીવનની ઉજળી માજી વર્ણવી છે.
આવી રીતે આખી સારી સૃષ્ટિ જામી હાય, ચારે તરફથી હિતના આશીર્વાદ મળતા હાય, પ્રેમનાં એવારણાં લેવાતાં હાય, પરદેશ જાય તેા પત્રા પાઠવાતા હાય, જેલમાં હાય તા ઇન્ટરવ્યુ લેવાતા હાય, પાંચદહાડા સમાચાર ન આવે તે તારથી સુખ સમાચાર મગાવવાની ઉતાવળ થતી હાય–એવા પ્રાણીને પણ જ્યારે મરણુ આવે છે ત્યારે એનું કાઇ રક્ષણ કરી શકતું નથી, એને કોઈના ટેકા મળતા નથી અને કાઈ એને બદલે પથારીમાં સુતા નથી.
એક વાત છે. એક સાચા ઉપદેશક–સંત સાધુને એક પ્રાણી મળ્યા. ઘરનેા સુખી હતા. ગુરૂની વાત સાંભળી સહજ વૈરાગ્ય થયા પણ માહ ન છૂટે. સંતે ખરા સ્નેહ કેવા હેાય છે તે બતાવવા તાકડા રચ્યેા. મુમુક્ષુ ( પ્રાણી ) ઘરમાં આઢીને સુઇ ગર્ચા. અસહ્ય પેટની વેદનાના ઢાંગ કર્યો. ગામના ખાવા, ભુવા, વૈદ્યો ખેલાવ્યા. ઉપચાર ચાલ્યા. પણ ઢોંગીની પીડા વધતી જ સાલી. વ્યાધિ હાય તેા મટે ને! તે સત આવ્યા. ભગવા વેશ અને ટીલાટપકાના પાર ન્હાતે. એણે તખીઅત તપાસવાને દેખાવ કરી કષ્ટસાધ્ય કેસ છે એમ જાહેર કર્યું .. આખું મંડળ કાંઈક નિશ્ચિંત થયું. સંતે પાણીના પ્યાલા લીધા. ત્રણવાર તેના શરીર પર ફેરવ્યા અને કહ્યું કે આ પાણીમાં સર્વ વ્યાધિ
e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org