________________
અશરણ ભાવના–
જ
ગેયાષ્ટક પરિચય–
૧ માતા પુત્રના દરરોજ ખબર પૂછે છે. એનું માથું દુખે તે એ એસડ કરવા મંડી જાય છે. માંદા પડે ત્યારે હાંફળીફાંફળી થઈ જાય છે. રાત્રે નિરાતે ઉંઘતી નથી. પુત્ર ઉપર એકાંત પ્રેમ–વાત્સલ્ય બતાવનાર માતા પુત્રના હિતને જ વિચાર કરે છે. પિતા બાળકે ખાતર રળે છે. ભાઈઓ ભાઈને મળે ત્યારે હિતની સલાહ આપે છે. સ્ત્રીનું હિત તે પતિ સાથે જ જોડાયેલું હોય છે. પુત્ર પિતા ધન કેમ વધારે મેળવે તેને ખ્યાલ કરી તેનું લાંબું આયુષ્ય ઈ છે છે. સગાઓને પણ કુળમાં કઈ સારો હોય તો કામનો છે એ નજરે પણ એના હિતની આકાંક્ષા રહે છે. આવી રીતે સર્વ સ્વજને હિતની કામના કરે છે અને હિતના આંદોલને આપે છે. દુનિયાને સારામાં સારો અર્થ કરીને આ વિચાર ગ્રંથકર્તાએ બતાવ્યું છે. સર્વથા એમ જ હોય છે એવું નથી એમ આપણે જાણીએ–જોઈએ છીએ પણ એવું હોય ત્યાં પણ અંદરની વાસ્તવિક શી સ્થિતિ છે તે બતાવવા સારો અર્થ લીધો જણાય છે, અને એ સર્વ સ્વજને આ ભાઈસાહેબ પર એકાંત પ્રીતિ રાખનારા હોય છે. માને પ્રેમ તો અચૂક હોય છે. છોકરો ખરાબ હોય તો પણ એ તો પ્રેમને ઝરે કહેવાય છે અને “છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર કદી થતા નથી” એ સર્વથા તે નહિ પણ બહુધા સાચી વાત છે. પિતા પુત્ર ઉપર પ્રીતિ રાખે જ. એણે તો હાથે પિધેલ એનાં મનનું રત્ન છે. સ્ત્રીની પ્રીતિ હેય તેમાં નવાઈ નથી. આર્યકુળવધૂના સર્વ સુખને આધાર તેના પતિની પ્રીતિ ઉપર જ છે અને એના સૈભાગ્યને રક્ષક પણ એ જ છે. બહેન તે ઠેશ વાગે તેયે “ખમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org