________________
અશરણભાવના.
૧૨૭ બદલે એણે કરેલા વીલની ટીકા કરવા માંડે છે. એમાં જે એક છોકરાને વધારે અને બીજાને સહજ ઓછું આવ્યુ હોય તે જોઈ લો મજા! કોર્ટમાં કેટલા એસ્ટેટે આવે છે, ત્યાં મરનારને વીલ કરવાની શુદ્ધિ નહોતી, વીલ કરવાની શક્તિ નહેાતી, એના ઉપર અન્ય સંબંધીએ દબાણ કર્યું હતું, એની મિલકત વડીલોપાર્જિત હોઈ એને વીલ કરવાની સત્તા નહાતીવિગેરે ઝગડાઓ ચાલે છે અને જે દ્રવ્યની પાઈએ પાઈ અનેક કષ્ટ કરી, સાચા-ખોટાં કરીને મેળવી હોય છે તે વેડફાઈ જાય છે. મૃતક ઉપર ગીધ પડે તેમ અનેક માણસે એના ઉપર ટાંપી બેઠા હોય છે અને તેને ખેદાનમેદાન કરવામાં મા માને છે. જે દ્રવ્ય મેળવવા કે જાળવવા ભગીરથ પ્રયાસ કર્યા હોય કે ભૈયાની જેમ ચેકી કરી હોય એ પૈસા એને કોઈ પણ પ્રકારને ટેકો આપતા નથી, યમદેવને એક ઘડી રેકી શક્તા નથી અને બગડતા પરભવને સુધારી શકતા નથી.
અસલના વખતમાં નિર્વશ જાય ત્યારે સગાએ માલીક થવા આવતા અથવા રાજા સર્વ ધન લુંટી લેતા અથવા જપ્ત કરતા. તે વખતે કઈ મરનારના શુભ વિચાર ભાગ્યે જ કરતું અને અત્યારે કોર્ટ કે દરબારમાં પૈસાને જે ફેજ થાય છે તેની કર્મકથા જાણીતી છે. એવા પૈસા માટે અર્થ અને પરિણામ વગરને વીર્ય–વ્યય કેઈ સમજુ કરે નહિ, પણ એ તદ્દન જૂદી બાબત છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે એ પિસા લેવા ભાઈઓ, સગાઓ કે સ્વજનો દોડાદોડ કરે છે, પણ એ પૈસા આ ભાઈશ્રીને કોઈ જાતનું શરણુ-આધાર કે ટેકો આપતા નથી. આ પરિચયમાં ઘણી જરૂરી વાત થઈ ગઈ છે તેથી ગીતની વિચારણામાં બહુ લંબાણ ન કરતાં સંક્ષેપમાં પતાવશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org