________________
અરી રેણુ ભાવના.
૧૨૫
ચમત્કાર પૂરા થઇ જાય છે. એ કલાક ઉંઘી જાય તે અજારમાં ટકાઓના ફેરફાર થઇ જાય છે તે જ અજારા તેના મરણને દિવસે એક દિવસ ખંધ રહે છે; પણ પછી ઘાર અંધારી રાત!
પ્રાણીની સંપત્તિ, એનાં ધન, દોલત, ખજાના, એનુ યાવન અને એને પડછે એ સર્વનું તેજ ગળી જાય છે. એણે લાખા મેળવ્યા હાય તે નકામા થઈ જાય છે અને એના જુવાનીના ઝમકારા ઠંડા થઇ જાય છે. મરણ પછી તેજોહાનિ એટલી મેાટી થાય છે કે થાડા વર્ષ પછી એનું નામ યાદ કરતાં પણ પ્રયાસ કરવા પડે છે અને બીજે યુગ આવે ત્યાં તે એ લગભગ સર્વથા ભૂલાઇ જ જાય છે. મેાટા શહેરના યુવકા કે ગામડાંના છેલખટાઉ, તાલીમમાજ કે સેન્ડા જમીન ભેગા થયા કે એની સાથે તેજ કે ચમત્કારમાંથી કાંઇ રહેતુ નથી અને એ સર્વ ગળી જાય છે.
પ્રાણીમાં કઇ જાતનુ ધૈર્ય હાય, એણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હાય કે એવા ગુણૢા પ્રાપ્ત કર્યા હાય તે પણ મરણને વશ પડતાં ખલાસ થઇ જાય છે. મરણ વખતે પ્રાણી ધીરજ ગુમાવી બેસે છે અને મર્યા પછી તા ધીરજ હતી કે નહિ એ સવાલ પણ નકામા થઇ પડે છે. એણે સારા કે ખરામ ઉદ્યોગા આદર્યા હાય તે તેના પૂરતા તેા તે સર્વ ખલાસ થઈ જાય છે. મેાટા કારખાના શરૂ કરનાર, અનેક મીલેા ચલાવનાર કે કાઇ વિશિષ્ટ કાર્ય આદરનાર સર્વ અહીં મૂકીને જાય છે. એની નજરે જોતાં ઉદ્યોગા સર્વ ખલાસ થઇ જાય છે, દૂર નાસી જાય છે અને પછી કદાચ ચાલ્યા કરે તેા પણ એને તે એ સ ખલાસ જ છે. એને ઘેર એ આવે કે એના કારખાનામાં આવે તા એને ‘ ભૂત’ ગણીને મારી ધકેલી કાઢી મૂકે છે, એને મરચાના ધૂમાડા આપે છે અને કારડાથી ટકાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org