________________
અશરણભાવના.
૧૨૩
દરેક પ્રાણી કેંદ્ર થવા મથે છે અને બહુ નાના વિભાગમાં કદાચ સોગને લઈને તેનો સહજસાજ ભાવ પૂછાતો પણ હાય, પરંતુ આખરે તે ઘણે નાનો પ્રાણી છે, બીલકુલ હિસાબ વગરને તુચ્છ પ્રાણી છે અને જેની અનંત કાળની અપેક્ષાએ કાંઈ ગણના પણ ન થાય એવો એ તદન ધ્યાન ન ખેંચાય તે લઘુ છે. આવા મદના વિભ્રમમાં પડેલા અને સાધારણ ગુણના ગોરવે પોતાને મોટા માનનારા નરકીટની એ દશા કયાં સુધી ચાલશે ? કેટલો વખત ચાલશે ?
યમરાજ એવો તે આકરે છે, એવો ભયંકર છે અને એ તે અક્ષમ છે કે એ કઈને છેડતો નથી, જતા કરતો નથી, ગણતરી બહાર રહેવા દેતો નથી. જેવી એ દેવની એના તરફ વાંકી આંખ થઈ, જેવું એ દેવે એના ઉપર કટાક્ષ નાખ્યું કે એ ભાઈ ખલાસ ! એના મેદો સર્વ પાણીમાં ! એનાં માનપત્ર સર્વ દાબડામાં ! અને એના છાપાનાં નામે તે કયારના ખલાસ થઈ ગયા હોય ! એ પાકી ગણતરીવાળા જમરાજ કેઈને છેડે છે? અને ન છોડે તો તે વખતે જાતિ, લાભ વગેરેના મદો આડા આવશે? કે માનપત્રો રક્ષણ આપશે ? જવું છે એ ચોક્કસ વાત છે અને તે વખતે આખી જીંદગીના ચિત્રપટે સિનેમાની ફીલમની પેઠે દર્શન દેવાના છે તે ચોકકસ છે. ત્યારે જ્યારે જમબાપ એક વાંકી નજર ફેંકશે ત્યારે તમારું કુળવાનપણું કયાં જશે? અને તમારા અભિમાને કયાં પોષાશે ? અને તમારા માનપત્ર શું આડે હાથ દેશે ? જ્યાં સુધી યમરાજ આવ્યું નથી અથવા તે એણે એક વાંકી નજર ફેંકી નથી ત્યાં સુધી જ આ અભિમાન અને ગૌરવ છે. આંખ બંધ થઈ એટલે આપ મુએ સારી બ ગઈ દુનિયા.” સમજે, વિચારે, ચિંતવે. એ વખતે આધારે કોનો? એ વખતે શરણુ કેવું? એ વખતે ટેકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org