________________
૧૨૨
શ્રી-શાંતસુધારસ
થઈ છે એમ એ માનતે હોય તે તે ખાલી મનમનામણાં છે, મદને વિભ્રમ છે, પણ એ કયાં સુધી ? . એનામાં કાંઈ ગુણ હોય અને તેનું કોઈ ગૌરવ કરે એટલે કે તેને કોઈ આદર કરે અગર તેની પ્રશંસા કરે ત્યારે આ પ્રાણું લેવાઈ જાય છે. એણે કાંઈ સારું દાન આપ્યું, પછી તેને માટે કઈ માનપત્ર આપે ત્યારે આ ભાઈ પિતાને ઘડીભર કર્ણ જે માને છે. એ કે ઈ મેટા જલસાને પાર ઉતારે અને પછી એને માનપત્ર મળે એટલે ભાઈસાહેબ દુનિયા ઉપર ઉછળીને ચાલે છે. પોતે કોઈ સંસ્થા સ્થાપે અને એને અંગે પોતાની જાહેર પત્રોમાં પ્રશંસા વાંચે એટલે જાણે પોતે ભવસમુદ્ર તરી ગયા એમ માની લે છે. પોતે જેલમાં દેશસેવા નિમિત્તે ગયા પછી એને વરઘેડે નીકળે ત્યારે એ મૃત્યુલોકમાંથી દેવ થઈ ગયા માને છે. આવા અનેક પ્રસંગ છે. નાના ભાષણનાં મોટાં રૂપકે છાપામાં આવે એટલે ભાઈશ્રી હરખાઈ જાય છે. લોકે તો કોઈ પણ કળા કે ચાતુર્ય દેખે ત્યાં ભક્તિ કે આદર જરૂર બતાવે છે, પણ આ ભાઈ તેને હાર્દ સમજતા નથી અને પોતાની જ મેટાઈ થઈ હોય, પિતાનું ગૌરવ વધ્યું હોય એમ માની ઉચા-નીચે થઈ જાય છે અને જાણે કે બારણામાં ન સમાય તેટલો પહોળી થઈ ફરે છે. પણ આ ગોરવ કયાં સુધી? કેટલું ? કેટલા વખત માટેનું? અને એ ગૌરવશીલતા કેવી ?
આખરે એ ગમે તે માટે હેય, પિતાની જાતને એ ગમે તેટલી મેટી માનતા હોય-પણ એ છેવટે “નરકીટ ” છેમનુષ્યરૂપે નાનું સરખે કીડે છે, આખી દુનિયાની નજરે તદ્દન નાનું પ્રાણી છે. એની પોતાની દુનિયા એટલી નાની છે કે એ નાની વાતમાં પિતે જાણે કે મેટો હેાય તેમ માની લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org