________________
શ્રી•શાંત-સુધારસ
માન-આબરૂ પ્રતિષ્ઠા જામે કે ન પણ જામે; પણ મરવું એ તે ચાક્કસ વાત છે. કેાઇ મરવાથી બચ્ચા હાય એવું જાણુવામાં નથી; નામ તેનેા નાશ જરૂર થાય છે. એમાં કઇ ડરવાનું નથી. પણ એ વસ્તુસ્થિતિ છે એના પર ધ્યાન આપીએ. યુદ્ધ ભગવાન પાસે ઘરડી ડાસી એકના એક છેકરાના શખને લઈ આવી તેને જીવતા કરવા માગણી કરવા લાગી. ત્યારે બુદ્ધધ્રુવે એને એવા મનુષ્યના ઘરમાંથી પાણીના લેાટા ભરી લાવવા કહ્યુ કે જેના ઘરમાં કેાઇ મરણ થયુ ન હેાય તેના ઘરની રાખ લાવ. સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રના મરણની વાત ઇંદ્રે કહી ત્યારે જેના ઘરમાં કેાઈ મરણ ન થયુ હાય તેના ચુલાની રાખ મંગાવી હતી, પણ એવું એક પણ ઘર ન નીકળ્યું-એ શું બતાવે છે?
૧૧૬
ત્યારે મરવું જરૂર છે એમ જાણ્યા પછી એને અંગે પ્રાણી કેવી રીતે વર્તે છે અને એ આવીને ઉભું રહે છે ત્યારે એની શી દશા થાય છે એના જરા અભ્યાસ કરીએ. જે પ્રાણીઓ અહીં કોઇ જાતને! આનદ ન ભાગવી શકતા હૈાય તેમને પણ મરવું તે ગમતું નથી. વ્યાધિગ્રસ્ત, દીન, દુ:ખી, અનાથ કે ભિખારી પણ ગમે તેમ કરીને જીવવા માગે છે. એમને કયા સુખ ખાતર જીવવું ગમતુ હશે તે એક આકરા કાયડા છે, પણ તેને મરવું ગમતુ નથી એ ચાક્કસ વાત છે. આખા શરીરમાં માત્ર હાડકાં રહ્યાં હાય, કાઇ પાણી આપે તે પીએ તેટલી અશક્તિ હોય, ખાટલામાંથી નીચે પગ પણ મૂકાતા ન હેાય અને શરીરમાંથી દુર્ગંધ છૂટતી હાય પણ મરવું ગમતુ નથી, મરવાનું નામ પણ ગમતું નથી અને મરવાની ઈચ્છા પણુ થતી નથી. આવા છેલ્લી પાયરીના દાખલાઓને પણ હાલમાં એક બાજુએ રાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org