________________
અશરણભાવના.
૧૧૭
પણ મોટા ચકવતી હોય, છ ખંડ પૃથ્વીના ધણું હોય, જેની ચાલે ધરા ધ્રુજતી હોય, જેને ડાળ પર્વત ડાલતો હોય, જેના હકારાએ ગાત્ર ગળી જતાં હોય, જેના બળ આગળ મેટા બડેજાવના માન ગળી જતાં હોય અને જેની જય હાલતાચાલતા પિકારાતી હોય તેવાઓની જ્યારે મરણ નજીક આવે છે ત્યારે શી દશા થાય છે તેને કદી ખ્યાલ કે અનુભવ કર્યો છે? એ વાત નજરે જોયા વગર બરાબર ગ્રાહ્યમાં આવે તેવી નથી.
છ ખંડ પૃથ્વી સાધનાર મેટા ચક્રવત્તીઓ પણ જ્યારે મરવા પડે છે ત્યારે ટાંટીઆ (પગ) ઘસે છે, એયાય કરી મૂકે છે, દવાદારૂ માટે મોટા રાજવૈદ્યોને બોલાવે છે અને ગમે તેમ કરીને જીવવા માટે પ્રયત્ન કરે છે. મેટા ચકવરી મરવા પડે ત્યારે કેવી દોડાદોડ થતી હશે તે કલ્પવું મુશ્કેલ નથી. સાધારણ શેઠીઓ માંદો પડે તે મેટી શિવાળા ડોકટરે લાવવામાં આવે, છેલ્લી ઘડી સુધી એકસીઝનની બેરલે ( સીલબંધ કરેલી લેઢાની પેટીઓ) તેના મુખમાં નળી વાટે ઠલવાય, અનેક પ્રકારનાં નાડી પ્રવાહો (Injections) અપાય, હિરણ્યગર્ભ જેવી કે મૃત્યુંજય જેવી દવાઓ અપાય, તો મેટા ચકવત્તી માટે તો શું શું ન થાય !! પણ એ વખતે એને જરા પણ શુદ્ધિ ( Consciousness) હોય તો તેના મનમાં શું ચાલતું હશે એને ખ્યાલ આવે. અરે ! એ તો માથાં પછાડે, ઉંચે– નીચો થઈ જાય, પલંગ પર પડ્યો પડ્યો ચીરો પાડે પણ તે વખતે એનું બળ, તેજ કે સત્તા સર્વ વ્યર્થ છે, કિમત વગરના છે, નિરર્થક છે એમ સિદ્ધ કરી બતાવે છે.
પિતાના બળથી છ ખંડ પૃથ્વી સાધનાર અને મોટા મહારાજાઓને પણ નમાવનાર મોટા શહેનશાહો-સમ્રાટેની આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org