________________
૧૦૬
શ્રી શાંતસુધારસ
બદલે વસ્તુસ્વરૂપ વિચારવું. નિત્ય વસ્તુ જે જણાય તેને જ નિત્ય માનવી અને અનિત્યની ખાતર ઉપાધિમાં પડી પરિણામ વગરનાં રાગ-દ્વેષો કરી પોતાને વિકાસ માર્ગ બગાડી ન નાખવે. લક્ષ્મી ચંચળ, વૈવન ચંચળ, આદર્શો તદ્દન સ્થળ, દાનત ગડપ કરવાની અને પછી છૂટવાની વાત કરવી એ ચાલે તેમ નથી. હેતુ અને પરિણામ સમજીને જીવન જીવનારને ન ઘટે તેવી રીતે આખી ચકરાવામાં નાખે તેવી રમત માંડીને બેઠે છે અને પછી એમાંથી છૂટવાની આશા રાખે છે તે કેમ બનશે? જરા વિચાર.
પ્રશમ રસને ઓળખ, પ્રશમ રસના પાનને પીછાન, એ પાનની નવીનતા સમજ અને અનિત્યને ત્યાગ કરી તારામાં આવ, તારાને ઓળખ અને સચ્ચિદાનંદમય–તારા અસલ મૂળ સ્વરૂપે તારામાં વિલય પામી જા. જગતને ચકરાવે ચઢ્યો તે પછી “મૂઢ” જેવાં વિશેષાણે સાંભળવાં પડશે. તારૂં તારી પાસે જ છે, બાકીનું ક્ષણવિનાશી છે, અંતે મૂકી જવાનું છે અને ત્યાં ત્યાં જે રામપુરમનંત વિપતે એનો પોતાથી સ્વત: ત્યાગ કરવામાં આવશે તે તે અનંત સુખ આપે તેમ છે, છોડવા પડશે (પરાણે) ત્યારે ભારે કચવાટ–અકળાટ-ખેદ થશે, પરસેવાની કરીએ વળી જશે, મગજ પર લેહી ચઢી જશે અને છતાં એક થપ્પડ લાગતાં મુઠ્ઠી છૂટી જશે.
નિત્યાનિત્ય ભાવ ખૂબ વિચારી પ્રશમરસના પાનમાં લયલીન થા અને અત્યારની અર્થહીન, આદર્શવિહીન, પરિણામશૂન્ય સ્થળ ભાવનાઓને ( Ideals ) બાજુએ કરી તારા સ્વત્વને સમજ, સમજીને પછાન અને પીછાનીને તન્મય બની જા.
इति अनित्य भावना
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org