________________
અનિત્યભાવના.
૧૦૫
આ વાત તમને નરમ પાડવા માટે કરવાની નથી, મુંઝવવા માટે શોધી કાઢેલી નથી, નવા યુગને ન ગમે તેવું કહેવા શોધી કાઢી નથી, વસ્તુસ્થિતિ આ છે અને પૂર્ણ દીવ્ય જ્ઞાન, અનુભવ અને વ્યવહારકુશળ માણસેએ જોઈ તેવી અને તેવા આકારમાં કહી છે. મૂકી જવાની અને ત્યાગ કરવાની વાત ન ગમે તે બનવાજોગ છે પણ તે ખાતર વસ્તુસત્ય પવવું અશકય છે. આ સંસાર સાથે, ધન સાથે, પુત્રાદિ સાથે કામ લેવામાં ઉંડી વિચારણા ન કરી હોય તે આ વિચાર સ્વાભાવિક છે, પણ તે ઉપરટપકે હાઈ કાર્યસાધક નથી.
આપણે કઈ પૂર્વકાળના સારા કે ખરાબ પ્રાણને કે જૂના મકાનોને ઉભેલાં જોતાં નથી તે જ તેનો પૂરાવે છે. આપણે જીવનકલહ મૂર્ખતાભરેલું છે, આપણું સંબંધની ગણતરી તદ્દન ખોટી છે અને આપણું આખી રમત ખાટા પાયા ઉપર રચાયેલી છે. કેફ કર્યા પછી જે વિચારો આવે તેમાં જેટલી
વ્યવસ્થિતતા હોય તેથી વધારે સ્પષ્ટતા આપણી જાળબદ્ધ સ્થિતિની અવસ્થામાં નથી. દારૂ પીનારાનાં મત કેવાં ? અને તેની કિંમત કેટલી ? બે દારૂડીઆ તાળી દઈ ગપ્પાં મારે અને એકબીજાની ટાપસી પૂરે તેવી આપણુ વાતે છે. સર્વ અનિત્ય છે એ દેખાય તેવી વાત છે. જેવું હોય તે જોઈ શકે છે અને ન જેવું હોય તે ઘેનમાં પડી રહી શકે છે.
ભાવનામાં પુનરાવર્તન થાય તો ગભરાવાનું નથી. અનિત્યતાની વાર્તા સંસાર લાવનામાં પણ આવે, એકત્વ બતાવતા સંસાર જેવું જ પડે. ઉપદેશના ગ્રંથમાં પુનરાવર્તન દોષ નથી, અતિશય ઉપયોગી છે અને અનિવાર્ય પ્રગતિવાળી પદ્ધતિ છે. વાત કહેવાની એક જ છે કે લેખન યા લેખકના ગુણદેષ જેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org