________________
१०४
શ્રી શાંતસુધારસ સનતકુમાર ચકવરીને શરીર દર્ય પર ખૂબ મહ હતું, પણ જોતજોતામાં એ શરીર વિષમય થઈ ગયું. મેટા ચક્રવત્તીએ પણ ગયા અને કાકિણરત્નથી ઋષભકૂટપર લખેલાં નામે પણ અંતે ભુંસાઈ ગયાં તે પછી આપણો તે શાં ગજા ! અને આવી તદ્દન ઉપેક્ષય વસ્તુ ખાતર જીવતર બગાડવું અને પિતાને આખો વિકાસકમ ઉથલાવી નાખવે એ મહામુકેલીએ મળેલા મનુષ્યભવને ફેંકી દેવા જેવું છે. - સ્થળ વાદમાં મસ્ત થયેલા આ યુગમાં અનિત્યતાની વાતે ઘણાને ગમશે નહિ એ ખરૂં છે, પણ વાત એ છે કે જેને જાણવું જ નથી તેને તે સર્વ સરખું જ છે. બાકી સમજ્યા વગર અત્યારે જે મહાર અને મેટી ઉથલપાથલ થઈ રહી છે તેમાં સાધારણ વ્યવહારકુશળ બુદ્ધિને પણ સ્થાન નથી, જાણવા છતાં ઘણું જાણતા નથી અને જાણનારા અનુસરતા નથી-તેથી સાચી વાત બદલાય નહિ. એક તાજા સિવિલીયનને પૂછયું કે–હવે શું કરશે? નોકરી. પછી? અમલદારી. પછી ? ડેપ્યુટી કલેકટરી, પછી? આસીસ્ટંટ કલેકટરી. પછી? કલેકટરી. પછી? બઈરી છોકરા વિગેરે. પછી ? કમીશ્નર. પછી? એકઝીકયુટીવ કાઉન્સીલના મેમ્બર. પછી? હવે જવાબ આપતાં તેનું તદન આવી રહ્યું હતું.
જવાબમાં બેલ્યા પછી પછી શું કરે છે ? પછી પેન્શન લેશું?”. કે પછી? (હવે તે તદ્દન નભરવસ થઈ ગયા.) પછી શું ? પછી મરશું ! - આમ બોલતાં બોલાઈ તે ગયું, પણ પછી માટી મુંઝાયો. એને મનમાં થયું કે ત્યારે શું આ સર્વની આખરે અંતે મરવાનું તે ખરૂં જ!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org