________________
અનિત્ય-ભાવના.
૧૦૩
રાખી ખૂબ વિચાર કરે, સારી રીતે ઉંડા ઉતરે અને પ્રયાસ કરી સાચા સુખને સાદો માર્ગ પકડી લે.
ચિદાનંદજી મહારાજે જંગલ-કાછી રાગમાં આ વાત બહુ અસરકારક રીતે બતાવી છે. તેઓ કહે છે કે –
જૂઠી જુઠી જગતની માયા, જિને જાણી ભેદ તને પાયા જૂઠી. તન ધન જોવન મુખ જેતા, સહુ જાણુ અરિ સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જૂઠી જૂઠી જગત કી માયા. ૧ જિને અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા બુઝે કરકંડ રાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૨ ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નહી; સદ્દગુરૂએ ભેદ લખાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૩
અર્થ સ્પષ્ટ છે. એમાં કરકંડુ રાજાની વાત કરી છે તે મજાની છે. એ પ્રત્યેકબુદ્ધ થયા. જેઓ કઈ વસ્તુ જોઈને બોધ પામી જાય છે તેને પ્રત્યેકબુદ્ધ” કહે છે. એક વૃષભબળદ જુવાન હતું ત્યારે આખા શહેરમાં ફરતે, મહાલતે અને કઈકને પાડી દેતે. આખા શહેરમાં એને ત્રાસ હતો. થોડા વર્ષ પછી એ ઘરડે થયે, દુર્બળ થયે, એના શરીર પર માખીઓ બણબણવા લાગી, એ ચાલતાં લથડવા લાગ્યા અને એનો મદ દૂર નાસી ગયે. એવા પ્રબળ ગેધાની આ દશા જે કરકંડુ રાજાને શરીરની અસ્થિરતા, યુવાનીની છે અને મદની ભ્રામક્તાનું ભાન થયું અને અનિત્ય પદાર્થ પરને રાગ ચાલ્યો જતાં રાજપાટ છેડી એણે અંતર આત્માને શોધવા માર્ગ લીધો. આ જુવાનીને જે ચટકો છે એવી જ અસ્થિરતા સાંસારિક સર્વ પદાર્થો, સંબધ અને ભાવની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org