________________
૧૦૨
શ્રી શાંતસુધારસ
ફરી જઈ સમજુમાં ગણવાની તક મળે અને સાચી સમજણું–વિવેકને એગ્ય સ્થાન મળે. અત્યારની દોડાદોડ, તાલાવેલી, ધમાલ અને લમણુઝીક સર્વ ખોટી છે, થોડા વખત માટેની છે અને પરિણામે મોટી આપત્તિ વધારે તેવી છે, માટે બેટે મુંઝા નહિ, ખે ફસા નહિ અને ખેટાની ખાતર ૨ખડ નહિ.
સર્વને અનિત્ય કહેવામાં એક વાત ખ્યાલમાં રાખવાની છે. આત્મા પોતે નિત્ય છે તે તેના ગુણની દષ્ટિએ, પણ એના પર્યાયે સર્વ પલટાયા જ કરે છે અને આપણે જે શરીરે જોઈએ છીએ તે તેના પર્યાય છે. તેવી જ રીતે સર્વ ચીજોનાં પરમાકોએ નિત્ય છે પણ એના આકાર, એના કંધના રૂપ પલટાયા કરે છે અને તે નજરે સર્વ વસ્તુઓ અનિત્ય છે. આપણે શરીર અને વસ્તુઓ, ભાવો અને આવિષ્કાર સાથે સંબંધ છે, તેની વિચારણા કરીએ છીએ અને તેમાં જ મુંઝાઈ જઈએ છીએ, એ વાત ધ્યાનમાં રાખવાની છે.
પણ આ વાત કરતાં ગભરાઈ જવાનું નથી, અનિત્યતા જાણ રડી પડવાનું નથી, અસ્થિરતા વિચારી ગાંડાઘેલા થઈ જવાનું નથી, ક્ષણભંગુરતા સમજી આપઘાત કરવાને નથી; પણ એને વિચાર કરી એમાંથી નિત્ય–સ્થાયીભાવ સાંપડે એવો માર્ગ શોધવાનું છે. એ માર્ગ શોધકને મળે છે. ભાવનાનું કાર્ય તો વસ્તુસ્વરૂપ પ્રગટ કરવાનું છે, એ થયું એટલે એને પ્રદેશ પૂરો થાય છે. પ્રગતિ માટે વસ્તુનું બરાબર ઓળખાણ કરવું એ જરૂરી છે. ગ્રંથકર્તાએ ઉપાદ્યાતમાં જણવ્યું છે તેમ ભાવના વગર શાંતસુધારસ જામતું નથી અને એ રસ વગર જરા પણ સુખ નથી. આ સર્વ હકીકત ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org