________________
અનિત્યભાવના.
૧૦૧ એ છે કે આ પ્રાણીને આંખ આડા કાન કરવા છે અને કાંઈ જણાઈ જાય તો જાણે પોતાને વારે આવશે ત્યારે ગોટે ચાલ્યો જશે એમ એ મનડાને મનાવી લે છે અને જ્યારે હાથ નીચા પડે છે અને શરીર અશક્ત બને છે ત્યારે એને ઉપાય રહેતો નથી. પછી એ “વિલ” કરીને આવતા ભવ માટે નાણાના રોકાણ કરવા મંડી જાય છે, એમાં પણ એને ધન પરના પ્રબળ મેહ છે. એનું ચાલે અને આવતા ભવમાં રૂપીએના ચાર આના રેકડા મળે તેમ હોય તો છોકરાને રખડાવીને એવી ચીઠ્ઠી પોતાની સાથે લે જાય, પણ ઉપાય ન રહે ત્યારે નાણાનું “રોકાણ” આશાએ કરે છે અને આ આશા એ જ એનો નાશ કરનારી ચીજ છે.
છેવટે આ સર્વ છેડવાનું જ છે, ગમે કે ન ગમે પણ અંતે સર્વ પારકું છે અને તેટલા માટે વીલથી આપેલાં ધનની ખબર છાપામાં આવે છે ત્યાં મથાળે લખેલું હોય છે કે other people's money-“પારકાના પૈસા. આ વાત ન ગમે તેવી છે, પણ ખરી છે. દલપતરામ ગાઈ ગયા છે કે‘માખીઓએ મધ કીધુ, ન ખાધું ન દાન દીધું; લુંટનારે લુટી લીધું રે ! એ જીવ જેને. ?
આ વાત ખૂબ વિચારવા જેવી છે. એટલા માટે આ પ્રાણને કહે છે કે જેની ખાતર તું મુંઝાય છે–પીકર-ચિંતા કરે છે તે સર્વ ફેકટ છે. વસ્તુ કે સંબંધ અલ્પ કાળના છે અને તારી મુંઝવણ અસ્થાને છે. આ રીતે સંસારના સર્વ સંબંધો અને પદાર્થોની અનિત્યતા વારંવાર વિચારવી, એમાં ઉંડા ઉતરવું અને વસ્તુના અને આત્માના પર્યાય ધર્મો બરાબર ઓળખી તેની સાથે તેને ગ્ય કામ લેવું જેથી અત્યારે “મૂઢ ”માં ગણત્રી થયેલી છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org