________________
શ્રી શાંતસુધારસ
આ વાત તદ્દન સાચી છે. આપણે જાણતા છતાં પણ જાણતા નથી. આપણે જાણ્યું કામનું શું ? વિનશ્વર જાણવા છતાં સંબંધ, ધન અને વસ્તુને ચાટતા જઈએ એ જ્ઞાન શા કામનું ? ખરેખર આપણે વ્યાધિ આકરે છે, વળગાડ ચીકણો છે અને એનું ઓસડ નજરે પડતું નથી.
એનો દાખલો આપતાં તેઓ કહે છે કે – વિરાતિ शीतार्थ, जीवितार्थ पिबेद्विषम् । विषयेष्वपि यः सौख्यमन्वेપથતિ સુધી “જે મૂઢ બુદ્ધિવાળા પ્રાણી વિષયમાંથી સુખ મેળવવા ઈચ્છે છે તે ઠંડક મેળવવા માટે અગ્નિમાં પેસે છે અને જીવવા માટે ઝેર પીએ છે.” અગ્નિમાંથી ઠંડક મળે ખરી? અને ઝેર પીને જીવાય ખરૂં? છતાં આપણે મેહઘેલા બરાબર તે પ્રમાણે જ આચરીએ છીએ.
તેઓશ્રી આખા અનિત્ય ભાવનાના વિષયનો ઉપસંહાર કરતાં માલિનીવૃત્તમાં સુંદર ભાવ પ્રકાશિત કરે છે.
गगननगरकल्पं सङ्गमं वल्लभानाम् , जलदपटलतुल्यं यौवनं वा धनं वा । सुजनसुतशरीरादीनि विद्युञ्चलानि,
क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ % સ્ત્રીઓને સંબંધ આકાશનગર (કલ્પિત) જે છે, ચોવન અને ધન વાદળાનાં રંગ જેવા છે, સગાં છોકરાં અને શરીર વીજળી જેવાં ચંચળ છે અને ટૂંકામાં કહીએ તો આ આખી દુનિયાની સર્વ ચીજો અને ભાવ ક્ષણિક છે.” આ તત્ત્વગષકનો મત છે. આપણે ખરી નજરે જોઈએ તો આપણને એ જ આકારમાં સર્વ સંબંધે અને વસ્તુઓ દેખાય છે. વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org