________________
અનિત્યભાવના.
રહેવી વધારે મુશ્કેલ છે, પણ એ રીતે જીવવામાં આત્માનંદ છે અને સાથે અમર્યાદિત લહેર છે. એ ભાવને અંતરથી વિચારી જોતાં અનેક મુમુક્ષુઓને માર્ગ પ્રાપ્ત થઈ ગયેલ છે. ચિદાનંદમય આત્મસ્વરૂપની ઝાંખી કરાવનાર અને આત્માના શાશ્વત સુખને એના સાચા આકારમાં બતાવનાર આ અનિત્ય ભાવના વારંવાર વિચારવા–લાવવા જેવી છે. પુગળ સાથે સંબંધ એવો તે જકડાઈ ગયે છે કે એનાથી છૂટવાને પ્રયત્ન કરવાનું એને સૂઝતું નથી અને સૂઝે તે અમલમાં આવતું નથી, પણ અંતે આ સર્વ સંબંધ છૂટવાના છે, છોડવાના છે, ખસી જવાના છે. પરાધીનપણે થઈ ગયેલા ત્યાગની કિંમત નથી, સમજી વિવેક વાપરીને કરેલા ત્યાગની કિંમત છે. એ ત્યાગ પ્રાપ્ત કરવા, એ જીવન જીવવા આંતરવૃત્તિથી નિર્દભપણે આત્મસાક્ષીએ પ્રયાસ કરે એને આ વિચારણું અમૃતરસના પાન (પીણાં) સમાન છે. એ પીણાના નશામાં ચકચૂર થવા આત્માથી મુમુક્ષુ યત્ન કરે એ ઉપાધ્યાય શ્રીમદ્વિનયવિજયજીને ઉપદેશ છે.
અનિત્ય ભાવનાને વિષય જ્ઞાનાર્ણવમાં સુંદર રીતે ચર્ચે છે. તેની બે ત્રણ પ્રસાદી જરૂર વિચારવા ગ્ય છે. શુભચંદ્રાચાર્ય સંસાર-સમુદ્રના સર્વ સંબંધને વિપત્તિનાં ઘર બતાવી પછી કહે છે કે –વસ્તુ તિમિરું મૂઢ ! પ્રતિક્ષધિનશ્ચન્મ ' કારઅતિ = ગાનાર પ્ર થમષધ છે તેઓ તે સામાન્ય રીતે જબરે ચાબ લગાવે છે કે-હે મૂઢ પ્રાણી! ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુ પ્રતિક્ષણ નાશ પામ્યા જ કરે છે, આ વાત તું જાણે છે છતાં જાણે જાણતા જ નથી. તેને તે ઉપચાર ન થઈ શકે એ (આષધ વિનાને) ક ગ્રહ (વ્યાધિ) લાગુ પડે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org