________________
-
-
૯૮
શ્રી-શાંતસુધારસ મહામુશ્કેલીમાં મળે છે તેને અસ્થિર પદ્ગલિક પદાર્થો અને મનના માનેલા સંબંધે ખાતર ગુમાવી દે એગ્ય ન ગણાય. કઈ સ્થાયી ચીજ મળે તે ખાતર–તે માટે પ્રયત્ન કરવો ઘટે. પણ અત્યારે તું શું કરી રહ્યો છે ? જ્યાં તારા જીવનનું જ ઠેકાણું નથી ત્યાં તું શેના ઉપર અને તેને માટે આ સર્વ રચના કરી રહ્યો છે? અંતે આ સર્વને મૂકીને જવાનું છે એ વાત ચોક્કસ છે. ગમે કે ન ગમે પણ મરવું તો પડશે જ, ત્યારે પછી આટલા ટૂંકા સમયમાં કાંઈ એવું કરી લે કે જેથી આ સર્વ રખડપટ્ટીને છેડે આવી જાય.
આખા જીવનની ચાવી સમજવાની જરૂર છે, સમજીને છૂટી જવાની જરૂર છે; નહિ તો આ ચક્રવ્યુહ એ મંડાણે છે કે એમાંથી નીકળવાના પ્રયત્ન કરતાં એમાં તું વધારે વધારે અટવાઇશ. ખૂબ વિચાર કરી સાચા માર્ગ પકડી લઇશ તે જ તને આ ચક્કરમાંથી બહાર નીકળી જવાનો માર્ગ સાંપડશે.
તેને માર્ગ એ જ છે કે એ ચકકરને બરાબર ઓળખી જવું. એમાં ઉપર ઉપરના નેહ, ખાટાં પ્રેમાલિંગને, મેટે મેટેથી રૂદન એ સર્વને ઓળખી જવું, વસ્તુઓ સાથેને સંબંધ બરાબર વિચાર અને શરીર પણ કયાં સુધી કામ આપશે તેની કિંમત કરી લેવી. શરીરને બને તેટલો લાભ લે, પણ એની ખાતર મુદ્દાને ભેગ આપ નહિ.
આ સર્વ સંબંધે, વસ્તુઓ અને શરીર અનિત્ય છે, ક્ષણસ્થાયી છે એ ભાવ જે મનમાં જામી જાય તે આખી ગુંચવણને નીકાલ થઈ જાય તેમ છે. એને સમજવામાં મુશ્કેલી છે તેના કરતાં પણ એની સાથે કામ લેતાં એ વાત સતત લક્ષ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org