________________
અનિત્યભાવના.
૭ એમ ખાત્રી મળી છે? મહાવિગ્રહ પછી ઘણાના એક ભવમાં ત્રણ ભવ થતાં તેં જોયા, કઈકનાં મગજ ખસી ગયાં અને કઈ કનાં શરીર ઘસાઈ ગયાં–એ તે નજરે જોયું અને છતાં હજુ તું આંખો બંધ રાખીને મૂકે જ જાય છે તે કોના ઉપર? અને શાને માટે? તને વિષયમાં મજા આવે છે ? તું તેનું સ્વરૂપ વિચારી જે. એમાં મજા જેવું કાંઈ નથી. એ તે વસ્તુઓના ઢગલા અને માયાનાં પુતળાં છે. એમાં તારા જે અનંત સુખને ઈચ્છક મજા માણે તે તારા ગૌરવને પણ શોભતી વાત નથી. તું એ પ્રશ્નને સાધારણ દુનિયાદારી નજરથી ન જે. જરા ઉંડે ઉતર. તારા જેવા ગૌરવશાળી આત્માને આ શેભતી વાત નથી. કયાં હાથ નાંખે છે? કયાં કાન માંડે છે ? કયાં નજર દોડાવે છે ? એમાં શું સુખ છે? કેટલું છે? કયાં સુધી ચાલશે?
જે તને એ સુખ હંમેશ માટે નહિ તે પણ ઘણે વખત ચાલે તેવું લાગતું હોય તે તે તેમાં મજા કરી લે, પણ વિષયનાં સુખ તે એક મીનિટ પણ ચાલે તેવાં નથી. ખાધું એટલે ખલાસ થયું! ગળા નીચે ઉતર્યું એટલે પછી તે દૂધપાક હોય કે ગૅસ હાય સર્વ સરખું જ છે. અને તારા જેવા સમર્થ આત્મા આવા કીચડમાં પગ નાંખે છે એ તને શેભતી વાત થાય છે ?
જે આવી અવ્યવસ્થિત સ્થિતિમાં ચાલ્યા જઈશ આગળ વધીશ તે શરીર છૂટશે ત્યાં સુધી આશા તે છટવાની જ નથી અને આયુષ્ય પૂરું થશે ત્યાં સુધી પાપબુદ્ધિ જવાની નથી. ત્યારે શું તું આમ ને આમ ચલાવ્યે જ જઈશ? અને અંતે ઘસડાઈ જવાની જ તારી ઈચ્છા છે? ક્ષણિક સુખ ખાતર તું કેટલો ભેગ આપે છે તેને વિચાર કર. આ મનુષ્યભવ તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org