________________
૬
શ્રીશાંત- સુધારસ સુખ ને આનંદને બદલે છાજીઆ ગવાય છે. એવા અનેક દાખલા અનુભવ્યા છે પણ તેની અંદરના રહસ્યને વિચાર્યું છે?
જેને સવારે રાજ્યાભિષેક થાય તે જ દિવસે સાંજ પડતાં ચિતામાં પડતાં અને એ જ ચિતામાંથી એના ધુમાડા નીકળતાં સાંભળ્યાં છે અને છતાં આ જીવનને મેહ છૂટતો નથી અને સંસાર સાથે વળગવાનું મન થાય છે. એમાં કયે મનભાવ વર્તે છે તેને કદી વિચાર કર્યો છે?
વિચાર કરે, સમજે, ખ્યાલ કરે આપણે શેના ઉપર પડી મરીએ છીએ ? કઈ જતની સ્થિરતા સમજીને આખી રમત માંડી બેઠા છીએ? એ માંડેલી રમત કયારે બંધ કરવી પડશે? બંધ થશે ત્યારે આપણને ભાન હશે કે પોઢી ગયા હશું? અને આ સર્વ શું થાય છે? કેમ થાય છે? સમજુનાં લક્ષણ આ હોય નહિ, ચોક્કસ સમજ્યા વગર એ કામ કરે નહિ, દીર્ઘકાલીન લાભ જાણ્યા વગર એ પ્રવૃત્તિ કરે નહિ અને તારી તે આખી રમત ખોટી છે. જેને તે ઘરનું ઘર ધાર્યું છે તે તારૂં નથી, જેને તેં તારાં સંબંધી માન્યા છે તે તારાં નથી, જેને તેં તારાં સગાં માન્યાં છે તે સ્થાયી રહેવાનાં નથી અને જેની ખાતર તું પાપ સેવે છે, પ્રાણ પાથરે છે, શુંનું શું કરી નાખું એમ ધારે છે તે તારાં નથી. તારું શરીર પણ તારું નથી. તું એને ગમે તેટલું પશે તે પણ તે તારૂં રહેવાનું નથી અને તારી સાથે આવવાનું પણ નથી.
આખી બાજી તેં વસ્તુસ્થિતિ સમજ્યા વગર માંડી છે. તે પૈસા અને સ્વજન ખાતર અનેક અગવડો અને પાપે સેને છે, પણ તે તારી પાસે રહેવાનાં છે? તારાં રહેવાનાં છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org