________________
શ્રી શાંતસુધારસ
છે. આ સચિદાનંદ સ્વરૂપને બરાબર ખ્યાલ કરી તું હંમેશને માટે એક અવ્યાબાધ–અપ્રતિહત–નિત્ય સુખ પ્રાપ્ત કર. આ નાનકડાં માની લીધેલાં સુખમાં મુંઝાઈ જઈ એક ખાડામાંથી બીજામાં પડે છે અને વારંવાર મુંઝાય છે એ તારા જેવા સચ્ચિદાનંદસ્વરૂપવાળાને ઘટે નહિ-શેભે નહિ–દીપે નહિ. અનિત્ય વસ્તુઓ, સંબંધે અને શરીરે છેડી તારૂં પિતાનું શાશ્વત સુખ છે અને તારા ઘરમાં જ છે, તારી પાસે જ છે તેને અનુભવ કર, એ સુખમાં પેસી જા, એને આનંદ ભેગવ અને હંમેશને માટે સર્વ ઉપાધિનો ત્યાગ કરી ઘુંટડા ભરી ભરીને એ સાચા સુખને ભેગવી લે. એને તું ચાલુ ભેગવ્યા કરશે એ વાતની તને એ માર્ગે ચઢતાં જ ખાત્રી થશે. “સચ્ચિદાનંદ” શબ્દ જ એ સુંદર છે કે એને સમજતાં એનામાં પ્રાણી આકર્ષણ પામી જાય છે. તું સચ્ચિદાનંદમય છે, પ્રકટ થઈ જા. સંત પુરૂને ત્યાં ઉત્સવ છે. અહીં આ સંસારમાં જ – એમ ગ્રંથકર્તા મહાત્મા આશીર્વાદ આપે છે. સંત કોણ કહેવાય ? જે સાચે માર્ગે વર્તન કરી રહ્યા હોય તે સંત–સજન કહેવાય. ખાલી વાત કરનારા નહિ, પણ વાતને ઝીલનારા-વાતો કરે તે પ્રમાણે વર્તનારા. આમાં દંભને કે ઢગને સ્થાન ન હોય.
ઉત્સવમાં પાન વગર ચાલે નહિ, પીણું તે જોઈએ. અહીં પ્રશમ રસ–શાંતસુધારસનું તાજું પીણું (Drink) આ ઉત્સવમાં મળવાનું છે. એ અમૃતરસનું પાન કરવા રૂ૫ ઉત્સવ સજન પુરૂષોને હા. વિનય એટલે આકર્ષણ (વિનયન) - આ છેલ્લા ઉદ્દગારમાં ગ્રંથકર્તાએ પિતાનું નામ પણ જણાવી દીધું અને “સુધારસ” ગ્રંથને ઉત્સવ કેવો છે તેનું દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org